Niyamsar (Gujarati). Shlok: 105 Gatha: 75.

< Previous Page   Next Page >


Page 143 of 380
PDF/HTML Page 172 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૪૩
(अनुष्टुभ्)
रत्नत्रयमयान् शुद्धान् भव्यांभोजदिवाकरान्
उपदेष्टॄनुपाध्यायान् नित्यं वंदे पुनः पुनः ।।१०५।।
वावारविप्पमुक्का चउव्विहाराहणासयारत्ता
णिग्गंथा णिम्मोहा साहू दे एरिसा होंति ।।७५।।
व्यापारविप्रमुक्ताः चतुर्विधाराधनासदारक्ताः
निर्ग्रन्था निर्मोहाः साधवः ईद्रशा भवन्ति ।।७५।।
निरन्तराखंडितपरमतपश्चरणनिरतसर्वसाधुस्वरूपाख्यानमेतत
ये महान्तः परमसंयमिनः त्रिकालनिरावरणनिरंजनपरमपंचमभावभावनापरिणताः
अत एव समस्तबाह्यव्यापारविप्रमुक्ताः ज्ञानदर्शनचारित्रपरमतपश्चरणाभिधानचतुर्विधा-
राधनासदानुरक्ताः बाह्याभ्यन्तरसमस्तपरिग्रहाग्रहविनिर्मुक्त त्वान्निर्ग्रन्थाः सदा निरञ्जन-
[શ્લોકાર્થઃ] રત્નત્રયમય, શુદ્ધ, ભવ્યકમળના સૂર્ય અને (જિનકથિત પદાર્થોના)
ઉપદેશકએવા ઉપાધ્યાયોને હું નિત્ય ફરીફરીને વંદું છું. ૧૦૫.
નિર્ગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે,
ચૌવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ૭૫.
અન્વયાર્થઃ[व्यापारविप्रमुक्ताः] વ્યાપારથી વિમુક્ત (સમસ્ત વ્યાપાર રહિત),
[चतुर्विधाराधनासदारक्ताः] ચતુર્વિધ આરાધનામાં સદા રક્ત, [निर्ग्रन्थाः] નિર્ગ્રંથ અને [निर्मोहाः]
નિર્મોહ;[ईद्रशाः] આવા, [साधवः] સાધુઓ [भवन्ति] હોય છે.
ટીકાઃઆ, નિરંતર અખંડિત પરમ તપશ્ચરણમાં નિરત (લીન) એવા સર્વ
સાધુઓના સ્વરૂપનું કથન છે.
[સાધુઓ કેવા હોય છે?] (૧) પરમસંયમી મહાપુરુષો હોવાથી ત્રિકાલનિરાવરણ
નિરંજન પરમ પંચમભાવની ભાવનામાં પરિણમેલા હોવાને લીધે જ સમસ્ત
બાહ્યવ્યાપારથી વિમુક્ત; (૨) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરમ તપ નામની ચતુર્વિધ
આરાધનામાં સદા અનુરક્ત; (૩) બાહ્ય-અભ્યંતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહિત હોવાને
લીધે નિર્ગ્રંથ; તથા (૪) સદા નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપનાં સમ્યક્ શ્રદ્ધાન,