૧૪૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
निजकारणसमयसारस्वरूपसम्यक्श्रद्धानपरिज्ञानाचरणप्रतिपक्षमिथ्यादर्शनज्ञानचारित्राभावान्नि-
र्मोहाः च । इत्थंभूतपरमनिर्वाणसीमंतिनीचारुसीमंतसीमाशोभामसृणघुसृणरजःपुंजपिंजरित-
वर्णालंकारावलोकनकौतूहलबुद्धयोऽपि ते सर्वेऽपि साधवः इति ।
(आर्या)
भविनां भवसुखविमुखं त्यक्तं सर्वाभिषंगसंबंधात् ।
मंक्षु विमंक्ष्व निजात्मनि वंद्यं नस्तन्मनः साधोः ।।१०६।।
एरिसयभावणाए ववहारणयस्स होदि चारित्तं ।
णिच्छयणयस्स चरणं एत्तो उड्ढं पवक्खामि ।।७६।।
ईद्रग्भावनायां व्यवहारनयस्य भवति चारित्रम् ।
निश्चयनयस्य चरणं एतदूर्ध्वं प्रवक्ष्यामि ।।७६।।
સમ્યક્ પરિજ્ઞાન અને સમ્યક્ આચરણથી પ્રતિપક્ષ એવાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને
મિથ્યા ચારિત્રનો અભાવ હોવાને લીધે નિર્મોહ; — આવા, પરમનિર્વાણસુંદરીની સુંદર
સેંથીની શોભારૂપ કોમળ કેસરના રજ-પુંજના સુવર્ણરંગી અલંકારને (કેસર-રજની કનકરંગી
શોભાને) અવલોકવામાં કૌતૂહલબુદ્ધિવાળા તે બધાય સાધુઓ હોય છે (અર્થાત્ પૂર્વોક્ત
લક્ષણવાળા, મુક્તિસુંદરીની અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા બધાય સાધુઓ
હોય છે).
[હવે ૭૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] ભવવાળા જીવોના ભવસુખથી જે વિમુખ છે અને સર્વ સંગના
સંબંધથી જે મુક્ત છે, એવું તે સાધુનું મન અમને વંદ્ય છે. હે સાધુ! તે મનને શીઘ્ર
નિજાત્મામાં મગ્ન કરો. ૧૦૬.
આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી;
આના પછી ભાખીશ હું ચારિત્ર નિશ્ચયનય થકી. ૭૬.
અન્વયાર્થઃ — [ईद्रग्भावनायाम्] આવી (પૂર્વોક્ત) ભાવનામાં [व्यवहारनयस्य]
વ્યવહારનયના અભિપ્રાયે [चारित्रम्] ચારિત્ર [भवति] છે; [निश्चयनयस्य] નિશ્ચયનયના
અભિપ્રાયે [चरणम्] ચારિત્ર [एतदूर्ध्वम्] આના પછી [प्रवक्ष्यामि] કહીશ.