Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 145 of 380
PDF/HTML Page 174 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૪૫

व्यवहारचारित्राधिकारव्याख्यानोपसंहारनिश्चयचारित्रसूचनोपन्यासोऽयम्

इत्थंभूतायां प्रागुक्त पंचमहाव्रतपंचसमितिनिश्चयव्यवहारत्रिगुप्तिपंचपरमेष्ठिध्यान- संयुक्तायाम् अतिप्रशस्तशुभभावनायां व्यवहारनयाभिप्रायेण परमचारित्रं भवति, वक्ष्य- माणपंचमाधिकारे परमपंचमभावनिरतपंचमगतिहेतुभूतशुद्धनिश्चयनयात्मपरमचारित्रं द्रष्टव्यं भवतीति

तथा चोक्तं मार्गप्रकाशे

(वंशस्थ)
‘‘कुसूलगर्भस्थितबीजसोदरं
भवेद्विना येन सु
द्रष्टिबोधनम्
तदेव देवासुरमानवस्तुतं
नमामि जैनं चरणं पुनः पुनः
।।’’

तथा हि

ટીકાઃઆ, વ્યવહારચારિત્ર-અધિકારનું જે વ્યાખ્યાન તેના ઉપસંહારનું અને નિશ્ચયચારિત્રની સૂચનાનું કથન છે.

આવી જે પૂર્વોક્ત પંચમહાવ્રત, પંચસમિતિ, નિશ્ચય-વ્યવહાર ત્રિગુપ્તિ અને પંચપરમેષ્ઠીના ધ્યાનથી સંયુક્ત, અતિપ્રશસ્ત શુભ ભાવના તેમાં વ્યવહારનયના અભિપ્રાયે પરમ ચારિત્ર છે; હવે કહેવામાં આવનારા પાંચમા અધિકારને વિષે, પરમ પંચમભાવમાં લીન, પંચમગતિના હેતુભૂત, શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર દ્રષ્ટવ્ય (દેખવાયોગ્ય) છે.

એવી રીતે માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

‘‘[શ્લોકાર્થઃ] જેના વિના (જે ચારિત્ર વિના) સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કોઠારની અંદર પડી રહેલાં બીજ (અનાજ) જેવાં છે, તે જ દેવ-અસુર-માનવથી સ્તવવામાં આવેલા જૈન ચરણને (એવું જે સુર-અસુર-મનુષ્યોથી સ્તવવામાં આવેલું જિનોક્ત ચારિત્ર તેને) હું ફરીફરીને નમું છું.’’

વળી (આ વ્યવહારચારિત્ર અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)ઃ