इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ व्यवहारचारित्राधिकारः चतुर्थः श्रुतस्कन्धः ।।
[શ્લોકાર્થઃ — ] આચાર્યોએ શીલને ( – નિશ્ચયચારિત્રને) મુક્તિસુંદરીના અનંગ ( – અશરીરી) સુખનું મૂળ કહ્યું છે; વ્યવહારાત્મક ચારિત્ર પણ તેનું પરંપરા કારણ છે. ૧૦૭.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) વ્યવહારચારિત્ર અધિકાર નામનો ચોથો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
૧૪૬ ]નિયમસાર