Niyamsar (Gujarati). Parmarth-Pratikraman Adhikar Shlok: 108.

< Previous Page   Next Page >


Page 147 of 380
PDF/HTML Page 176 of 409

 

background image
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
(वंशस्थ)
नमोऽस्तु ते संयमबोधमूर्तये
स्मरेभकुंभस्थलभेदनाय वै
विनेयपंकेजविकाशभानवे
विराजते माधवसेनसूरये
।।१०८।।
अथ सकलव्यावहारिकचारित्रतत्फलप्राप्तिप्रतिपक्षशुद्धनिश्चयनयात्मकपरमचारित्र-
प्रतिपादनपरायणपरमार्थप्रतिक्रमणाधिकारः कथ्यते तत्रादौ तावत् पंचरत्नस्वरूपमुच्यते
तद्यथा
अथ पंचरत्नावतारः
[અધિકારના પ્રારંભમાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્રી માધવસેન
આચાર્યદેવને શ્લોક દ્વારા નમસ્કાર કરે છે]
[શ્લોકાર્થઃ] સંયમ અને જ્ઞાનની મૂર્તિ, કામરૂપી હાથીના કુંભસ્થળને ભેદનાર
અને શિષ્યરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાનએવા હે વિરાજમાન (શોભાયમાન)
માધવસેનસૂરિ! તમને નમસ્કાર હો. ૧૦૮.
હવે, સકળ વ્યાવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું જે
શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
કહેવામાં આવે છે. ત્યાં શરૂઆતમાં પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે. તે આ પ્રમાણેઃ
હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છેઃ