અન્વયાર્થઃ — [अहं] હું [नारकभावः] નારકપર્યાય, [तिर्यङ्मानुषदेवपर्यायः] તિર્યંચપર્યાય, મનુષ્યપર્યાય કે દેવપર્યાય [न] નથી; [कर्ता न हि कारयिता] તેમનો (હું) કર્તા નથી, કારયિતા ( – કરાવનાર) નથી, [कर्तॄणाम् अनुमंता न एव] કર્તાનો અનુમોદક નથી.
[अहं मार्गणास्थानानि न] હું માર્ગણાસ્થાનો નથી, [अहं] હું [गुणस्थानानि न] ગુણસ્થાનો નથી, [जीवस्थानानि न] જીવસ્થાનો નથી; [कर्ता न हि कारयिता] તેમનો હું કર્તા નથી, કારયિતા નથી, [कर्तॄणाम् अनुमंता न एव] કર્તાનો અનુમોદક નથી.
[न अहं बालः वृद्धः] હું બાળ નથી, વૃદ્ધ નથી, [न च एव तरुणः] તેમ જ તરુણ નથી; [तेषां कारणं न] તેમનું (હું) કારણ નથી; [कर्ता न हि कारयिता] તેમનો (હું) કર્તા નથી, કારયિતા નથી, [कर्तॄणाम् अनुमंता न एव] કર્તાનો અનુમોદક નથી.
[न अहं रागः द्वेषः] હું રાગ નથી, દ્વેષ નથી, [न च एव मोहः] તેમ જ મોહ નથી; [तेषां कारणं न] તેમનું (હું) કારણ નથી; [कर्ता न हि कारयिता] તેમનો (હું) કર્તા નથી, કારયિતા નથી, [कर्तॄणाम् अनुमंता न एव] કર્તાનો અનુમોદક નથી.
[न अहं क्रोधः मानः] હું ક્રોધ નથી, માન નથી, [न च एव अहं माया] તેમ જ હું માયા નથી, [लोभः न भवामि] લોભ નથી; [कर्ता न हि कारयिता] તેમનો (હું) કર્તા નથી, કારયિતા નથી, [कर्तॄणाम् अनुमंता न एव] કર્તાનો અનુમોદક નથી.