૧૫૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अत्र शुद्धात्मनः सकलकर्तृत्वाभावं दर्शयति ।
बह्वारंभपरिग्रहाभावादहं तावन्नारकपर्यायो न भवामि । संसारिणो जीवस्य
बह्वारंभपरिग्रहत्वं व्यवहारतो भवति अत एव तस्य नारकायुष्कहेतुभूतनिखिलमोहरागद्वेषा
विद्यन्ते, न च मम शुद्धनिश्चयबलेन शुद्धजीवास्तिकायस्य । तिर्यक्पर्यायप्रायोग्यमायामिश्रा-
शुभकर्माभावात्सदा तिर्यक्पर्यायकर्तृत्वविहीनोऽहम् । मनुष्यनामकर्मप्रायोग्यद्रव्यभावकर्माभावान्न
मे मनुष्यपर्यायः शुद्धनिश्चयतो समस्तीति । निश्चयेन देवनामधेयाधारदेवपर्याययोग्यसुरस-
सुगंधस्वभावात्मकपुद्गलद्रव्यसम्बन्धाभावान्न मे देवपर्यायः इति ।
चतुर्दशभेदभिन्नानि मार्गणास्थानानि तथाविधभेदविभिन्नानि जीवस्थानानि गुण-
स्थानानि वा शुद्धनिश्चयनयतः परमभावस्वभावस्य न विद्यन्ते ।
मनुष्यतिर्यक्पर्यायकायवयःकृतविकारसमुपजनितबालयौवनस्थविरवृद्धावस्थाद्यनेक - स्थूलकृशविविधभेदाः
शुद्धनिश्चयनयाभिप्रायेण न मे सन्ति ।
ટીકાઃ — અહીં શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે.
બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારકપર્યાય નથી. સંસારી
જીવને બહુ આરંભ-પરિગ્રહ વ્યવહારથી હોય છે અને તેથી જ તેને નારક-આયુના હેતુભૂત
સમસ્ત મોહરાગદ્વેષ હોય છે, પરંતુ મને — શુદ્ધનિશ્ચયના બળે શુદ્ધજીવાસ્તિકાયને — તેઓ
નથી. તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા
તિર્યંચપર્યાયના કર્તૃત્વ વિહીન છું. મનુષ્યનામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ
હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી. ‘દેવ’ એવા નામનો આધાર જે દેવપર્યાય
તેને યોગ્ય સુરસ-સુગંધસ્વભાવવાળાં પુદ્ગલદ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી
મારે દેવપર્યાય નથી.
ચૌદ ભેદવાળાં માર્ગણાસ્થાનો તથા તેટલા (ચૌદ) ભેદવાળાં જીવસ્થાનો કે
ગુણસ્થાનો શુદ્ધનિશ્ચયનયથી પરમભાવસ્વભાવવાળાને ( – પરમભાવ જેનો સ્વભાવ છે એવા
મને) નથી.
મનુષ્ય અને તિર્યંચપર્યાયની કાયાના, વયકૃત વિકારથી ( – ફેરફારથી) ઉત્પન્ન થતા
બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થાદિરૂપ અનેક સ્થૂલ-કૃશ વિવિધ ભેદો શુદ્ધનિશ્ચયનયના
અભિપ્રાયે મારે નથી.