કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૫૧
सत्तावबोधपरमचैतन्यसुखानुभूतिनिरतविशिष्टात्मतत्त्वग्राहकशुद्धद्रव्यार्थिकनयबलेन मे
सकलमोहरागद्वेषा न विद्यन्ते ।
सहजनिश्चयनयतः सदा निरावरणात्मकस्य शुद्धावबोधरूपस्य सहजचिच्छक्ति मयस्य
सहजद्रक्स्फू र्तिपरिपूर्णमूर्तेः स्वरूपाविचलस्थितिरूपसहजयथाख्यातचारित्रस्य न मे निखिल-
संसृतिक्लेशहेतवः क्रोधमानमायालोभाः स्युः ।
अथामीषां विविधविकल्पाकुलानां विभावपर्यायाणां निश्चयतो नाहं कर्ता, न कारयिता
वा भवामि, न चानुमंता वा कर्तॄणां पुद्गलकर्मणामिति ।
नाहं नारकपर्यायं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये । नाहं तिर्यक्पर्यायं
कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये । नाहं मनुष्यपर्यायं कुर्वे, सहजचिद्विलासा-
त्मकमात्मानमेव संचिंतये । नाहं देवपर्यायं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये ।
नाहं चतुर्दशमार्गणास्थानभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये । नाहं
मिथ्याद्रष्टयादिगुणस्थानभेदं कुर्वे, सहजचिद्विलासात्मकमात्मानमेव संचिंतये । नाह-
સત્તા, અવબોધ, પરમચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મ-
તત્ત્વને ગ્રહનારા શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ મોહરાગદ્વેષ નથી.
સહજ નિશ્ચયનયથી (૧) સદા નિરાવરણસ્વરૂપ, (૨) શુદ્ધજ્ઞાનરૂપ, (૩) સહજ
ચિત્શક્તિમય, (૪) સહજ દર્શનના સ્ફૂરણથી પરિપૂર્ણ મૂર્તિ ( – જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ
સહજ દર્શનના સ્ફૂરણથી પરિપૂર્ણ છે એવા) અને (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ
યથાખ્યાત ચારિત્રવાળા એવા મને સમસ્ત સંસારક્લેશના હેતુ ક્રોધ-માન-માયા-લોભ નથી.
હવે, આ (ઉપરોક્ત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી) ભરેલા વિભાવપર્યાયોનો નિશ્ચયથી
હું કર્તા નથી, કારયિતા નથી અને પુદ્ગલકર્મરૂપ કર્તાનો ( – વિભાવપર્યાયોના કર્તા જે
પુદ્ગલકર્મો તેમનો – ) અનુમોદક નથી (એમ વર્ણવવામાં આવે છે).
હું નારકપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું તિર્યંચપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું
મનુષ્યપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. હું
દેવપર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું.
હું ચૌદ માર્ગણાસ્થાનના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને