Niyamsar (Gujarati). Shlok: 110 Gatha: 83.

< Previous Page   Next Page >


Page 154 of 380
PDF/HTML Page 183 of 409

 

background image
૧૫૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(अनुष्टुभ्)
‘‘भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ।।’’
तथा हि
(मालिनी)
इति सति मुनिनाथस्योच्चकैर्भेदभावे
स्वयमयमुपयोगाद्राजते मुक्त मोहः
शमजलनिधिपूरक्षालितांहःकलंकः
स खलु समयसारस्यास्य भेदः क एषः
।।११०।।
मोत्तूण वयणरयणं रागादीभाववारणं किच्चा
अप्पाणं जो झायदि तस्स दु होदि त्ति पडिकमणं ।।८३।।
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૧૩૧મા શ્લોક દ્વારા) કહ્યું છે કે
‘‘[શ્લોકાર્થઃ] જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; જે કોઈ
બંધાયા છે તે તેના જ (ભેદવિજ્ઞાનના જ) અભાવથી બંધાયા છે.’’
વળી (આ ૮૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી
પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] એ રીતે જ્યારે મુનિનાથને અત્યંત ભેદભાવ (ભેદવિજ્ઞાનપરિણામ)
થાય છે, ત્યારે આ (સમયસાર) સ્વયં ઉપયોગ હોવાથી, મુક્તમોહ (મોહ રહિત) થયો થકો,
શમજલનિધિના પૂરથી (ઉપશમસમુદ્રની ભરતીથી) પાપકલંકને ધોઈ નાખીને, વિરાજે
(
શોભે) છે;તે આ ખરેખર, આ સમયસારનો કેવો ભેદ છે! ૧૧૦.
રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને,
જે જીવ ધ્યાવે આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે. ૮૩.