Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 155 of 380
PDF/HTML Page 184 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર
[ ૧૫૫
मुक्त्वा वचनरचनां रागादिभाववारणं कृत्वा
आत्मानं यो ध्यायति तस्य तु भवतीति प्रतिक्रमणम् ।।८३।।
दैनं दैनं मुमुक्षुजनसंस्तूयमानवाङ्मयप्रतिक्रमणनामधेयसमस्तपापक्षयहेतुभूतसूत्र-
समुदयनिरासोऽयम्
यो हि परमतपश्चरणकारणसहजवैराग्यसुधासिन्धुनाथस्य राकानिशीथिनीनाथः
अप्रशस्तवचनरचनापरिमुक्तोऽपि प्रतिक्रमणसूत्रविषमवचनरचनां मुक्त्वा संसारलतामूल-
कंदानां निखिलमोहरागद्वेषभावानां निवारणं कृत्वाऽखंडानंदमयं निजकारणपरमात्मानं
ध्यायति, तस्य खलु परमतत्त्वश्रद्धानावबोधानुष्ठानाभिमुखस्य सकलवाग्विषयव्यापारविरहित-
निश्चयप्रतिक्रमणं भवतीति
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
અન્વયાર્થઃ[वचनरचनां] વચનરચનાને [मुक्त्वा] છોડીને, [रागादिभाववारणं]
રાગાદિભાવોનું નિવારણ [कृत्वा] કરીને, [यः] જે [आत्मानं] આત્માને [ध्यायति] ધ્યાવે છે,
[तस्य तु] તેને [प्रतिक्रमणं] પ્રતિક્રમણ [भवति इति] હોય છે.
ટીકાઃદિને દિને મુમુક્ષુ જનો વડે ઉચ્ચારવામાં આવતો જે વચનમય પ્રતિક્રમણ
નામનો સમસ્ત પાપક્ષયના હેતુભૂત સૂત્રસમુદાય તેનો આ નિરાસ છે (અર્થાત્ તેનું આમાં
નિરાકરણખંડન કર્યું છે).
પરમ તપશ્ચરણના કારણભૂત સહજવૈરાગ્યસુધાસાગરને માટે પૂર્ણિમાનો ચંદ્ર એવો જે
જીવ (પરમ તપનું કારણ એવો જે સહજ વૈરાગ્યરૂપી અમૃતનો સાગર તેને ઉછાળવા માટે
અર્થાત્ તેમાં ભરતી લાવવા માટે જે પૂર્ણ ચંદ્ર સમાન છે એવો જે જીવ) અપ્રશસ્ત
વચનરચનાથી પરિમુક્ત (સર્વ તરફથી છૂટેલો) હોવા છતાં પ્રતિક્રમણસૂત્રની વિષમ
(વિવિધ) વચનરચનાને (પણ) છોડીને સંસારલતાનાં મૂળ-કંદભૂત સમસ્ત મોહરાગદ્વેષભાવોનું
નિવારણ કરીને અખંડ-આનંદમય નિજ કારણપરમાત્માને ધ્યાવે છે, તે જીવને
કે જે ખરેખર
પરમતત્ત્વનાં શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાનની સંમુખ છે તેનેવચનસંબંધી સર્વ વ્યાપાર
વિનાનું નિશ્ચયપ્રતિક્રમણ હોય છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૨૪૪મા શ્લોક દ્વારા) કહ્યું છે કે