૧૫૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मालिनी)
‘‘अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पै-
रयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः ।
स्वरसविसरपूर्णज्ञानविस्फू र्तिमात्रा-
न्न खलु समयसारादुत्तरं किंचिदस्ति ।।’’
तथा हि —
(आर्या)
अतितीव्रमोहसंभवपूर्वार्जितं तत्प्रतिक्रम्य ।
आत्मनि सद्बोधात्मनि नित्यं वर्तेऽहमात्मना तस्मिन् ।।१११।।
आराहणाइ वट्टइ मोत्तूण विराहणं विसेसेण ।
सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।।८४।।
आराधनायां वर्तते मुक्त्वा विराधनं विशेषेण ।
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात् ।।८४।।
‘‘[શ્લોકાર્થઃ — ] બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ;
અહીં એટલું જ કહેવાનું છે કે આ પરમ અર્થને એકને જ નિરંતર અનુભવો; કારણ કે નિજ
રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર ( – પરમાત્મા) તેનાથી
ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી ( – સમયસાર સિવાય બીજું કાંઈ પણ સારભૂત નથી).’’
વળી (આ ૮૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] અતિ તીવ્ર મોહની ઉત્પત્તિથી જે પૂર્વે ઉપાર્જેલું (કર્મ) તેને
પ્રતિક્રમીને, હું સદ્બોધાત્મક (સમ્યગ્જ્ઞાનસ્વરૂપ) એવા તે આત્મામાં આત્માથી નિત્ય વર્તું
છું. ૧૧૧.
છોડી સમસ્ત વિરાધના આરાધનામાં જે રહે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૪.
અન્વયાર્થઃ — [विराधनं] જે (જીવ) વિરાધનને [विशेषेण] વિશેષતઃ [मुक्त्वा]