Niyamsar (Gujarati). Shlok: 148-150.

< Previous Page   Next Page >


Page 204 of 380
PDF/HTML Page 233 of 409

 

background image
૨૦
૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मालिनी)
जयति सहजतत्त्वं तत्त्वनिष्णातबुद्धेः
हृदयसरसिजाताभ्यन्तरे संस्थितं यत
तदपि सहजतेजः प्रास्तमोहान्धकारं
स्वरसविसरभास्वद्बोधविस्फू र्तिमात्रम्
।।१४८।।
(पृथ्वी)
अखंडितमनारतं सकलदोषदूरं परं
भवांबुनिधिमग्नजीवततियानपात्रोपमम्
अथ प्रबलदुर्गवर्गदववह्निकीलालकं
नमामि सततं पुनः सहजमेव तत्त्वं मुदा
।।१४9।।
(पृथ्वी)
जिनप्रभुमुखारविन्दविदितं स्वरूपस्थितं
मुनीश्वरमनोगृहान्तरसुरत्नदीपप्रभम्
नमस्यमिह योगिभिर्विजितद्रष्टिमोहादिभिः
नमामि सुखमन्दिरं सहजतत्त्वमुच्चैरदः ।।१५०।।
[શ્લોકાર્થઃ] તત્ત્વમાં નિષ્ણાત બુદ્ધિવાળા જીવના હૃદયકમળરૂપ અભ્યંતરમાં જે
સુસ્થિત છે, તે સહજ તત્ત્વ જયવંત છે. તે સહજ તેજે મોહાંધકારનો નાશ કર્યો છે અને
તે (સહજ તેજ) નિજ રસના ફેલાવથી પ્રકાશતા જ્ઞાનના પ્રકાશનમાત્ર છે. ૧૪૮.
[શ્લોકાર્થઃ] વળી, જે (સહજ તત્ત્વ) અખંડિત છે, શાશ્વત છે, સકળ દોષથી
દૂર છે, ઉત્કૃષ્ટ છે, ભવસાગરમાં ડૂબેલા જીવસમૂહને નૌકા સમાન છે અને પ્રબળ સંકટોના
સમૂહરૂપી દાવાનળને (શાંત કરવા) માટે જળ સમાન છે, તે સહજ તત્ત્વને હું પ્રમોદથી
સતત નમું છું. ૧૪૯.
[શ્લોકાર્થઃ] જે જિનપ્રભુના મુખારવિંદથી વિદિત (પ્રસિદ્ધ) છે, જે સ્વરૂપમાં
સ્થિત છે, જે મુનીશ્વરોના મનોગ્રહની અંદર સુંદર રત્નદીપની માફક પ્રકાશે છે, જે આ
લોકમાં દર્શનમોહાદિ પર વિજય મેળવેલા યોગીઓથી નમસ્કાર કરવાયોગ્ય છે અને જે
સુખનું મંદિર છે, તે સહજ તત્ત્વને હું સદા અત્યંત નમું છું. ૧૫૦.