કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-આલોચના અધિકાર
[ ૨૨૩
(हरिणी)
सहजपरमं तत्त्वं तत्त्वेषु सप्तसु निर्मलं
सकलविमलज्ञानावासं निरावरणं शिवम् ।
विशदविशदं नित्यं बाह्यप्रपंचपराङ्मुखं
किमपि मनसां वाचां दूरं मुनेरपि तन्नुमः ।।१७७।।
(द्रुतविलंबित)
जयति शांतरसामृतवारिधि-
प्रतिदिनोदयचारुहिमद्युतिः ।
अतुलबोधदिवाकरदीधिति-
प्रहतमोहतमस्समितिर्जिनः ।।१७८।।
(द्रुतविलंबित)
विजितजन्मजरामृतिसंचयः
प्रहतदारुणरागकदम्बकः ।
अघमहातिमिरव्रजभानुमान्
जयति यः परमात्मपदस्थितः ।।१७9।।
સહિત વિકસિત નિજ ગુણોથી વિકસેલું ( – ખીલેલું) છે, જેની સહજ અવસ્થા સ્ફુટિત
( – પ્રકટિત) છે અને જે નિરંતર નિજ મહિમામાં લીન છે. ૧૭૬.
[શ્લોકાર્થઃ — ] સાત તત્ત્વોમાં સહજ પરમ તત્ત્વ નિર્મળ છે, સકળ-વિમળ (સર્વથા
વિમળ) જ્ઞાનનું રહેઠાણ છે, નિરાવરણ છે, શિવ (કલ્યાણમય) છે, સ્પષ્ટ-સ્પષ્ટ છે, નિત્ય
છે, બાહ્ય પ્રપંચથી પરાઙ્મુખ છે અને મુનિને પણ મનથી તથા વાણીથી અતિ દૂર છે; તેને
અમે નમીએ છીએ. ૧૭૭.
[શ્લોકાર્થઃ — ] જે (જિન) શાંત રસરૂપી અમૃતના સમુદ્રને (ઉછાળવા) માટે પ્રતિદિન
ઉદયમાન સુંદર ચંદ્ર સમાન છે અને જેણે અતુલ જ્ઞાનરૂપી સૂર્યનાં કિરણોથી મોહતિમિરના
સમૂહનો નાશ કર્યો છે, તે જિન જયવંત છે. ૧૭૮.
[શ્લોકાર્થઃ — ] જેણે જન્મ-જરા-મૃત્યુના સમૂહને જીતી લીધો છે, જેણે દારુણ રાગના
સમૂહને હણી નાખ્યો છે, જે પાપરૂપી મહા અંધકારના સમૂહને માટે સૂર્ય સમાન છે અને
જે પરમાત્મપદમાં સ્થિત છે, તે જયવંત છે. ૧૭૯.