Niyamsar (Gujarati). Shlok: 174-176.

< Previous Page   Next Page >


Page 222 of 380
PDF/HTML Page 251 of 409

 

background image
૨૨૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(स्रग्धरा)
सानन्दं तत्त्वमज्जज्जिनमुनिहृदयाम्भोजकिंजल्कमध्ये
निर्व्याबाधं विशुद्धं स्मरशरगहनानीकदावाग्निरूपम्
शुद्धज्ञानप्रदीपप्रहतयमिमनोगेहघोरान्धकारं
तद्वन्दे साधुवन्द्यं जननजलनिधौ लंघने यानपात्रम्
।।१७४।।
(हरिणी)
अभिनवमिदं पापं यायाः समग्रधियोऽपि ये
विदधति परं ब्रूमः किं ते तपस्विन एव हि
हृदि विलसितं शुद्धं ज्ञानं च पिंडमनुत्तमं
पदमिदमहो ज्ञात्वा भूयोऽपि यान्ति सरागताम्
।।१७५।।
(हरिणी)
जयति सहजं तत्त्वं तत्त्वेषु नित्यमनाकुलं
सततसुलभं भास्वत्सम्यग्
द्रशां समतालयम्
परमकलया सार्धं वृद्धं प्रवृद्धगुणैर्निजैः
स्फु टितसहजावस्थं लीनं महिम्नि निजेऽनिशम्
।।१७६।।
[શ્લોકાર્થઃ] તત્ત્વમાં મગ્ન એવા જિનમુનિના હૃદયકમળના કેસરમાં જે આનંદ
સહિત બિરાજમાન છે, જે બાધા રહિત છે, જે વિશુદ્ધ છે, જે કામદેવના બાણોની ગહન
(
દુર્ભેદ્ય) સેનાને બાળી નાખવા માટે દાવાનળ સમાન છે અને જેણે શુદ્ધજ્ઞાનરૂપ દીપક વડે
મુનિઓના મનોગૃહના ઘોર અંધકારનો નાશ કર્યો છે, તેનેસાધુઓ વડે વંદ્ય અને
જન્માર્ણવને ઓળંગી જવામાં નૌકારૂપ તે શુદ્ધ તત્ત્વનેહું વંદું છું. ૧૭૪.
[શ્લોકાર્થઃ] અમે પૂછીએ છીએ કેજેઓ સમગ્ર બુદ્ધિવાળા હોવા છતાં બીજાને
‘આ નવું પાપ કર’ એમ ઉપદેશે છે, તેઓ શું ખરેખર તપસ્વી છે? અહો! ખેદ છે કે
તેઓ હૃદયમાં વિલસિત શુદ્ધજ્ઞાનરૂપ અને સર્વોત્તમ *પિંડરૂપ આ પદને જાણીને ફરીને પણ
સરાગતાને પામે છે! ૧૭૫.
[શ્લોકાર્થઃ] તત્ત્વોમાં તે સહજ તત્ત્વ જયવંત છેકે જે સદા અનાકુળ છે, જે
નિરંતર સુલભ છે, જે પ્રકાશવંત છે, જે સમ્યગ્દ્રષ્ટિઓને સમતાનું ઘર છે, જે પરમ કળા
*પિંડ = (૧) પદાર્થ; (૨) બળ.