परिहृतपरभावो भव्यलोकः समन्तात् ।
स भवति परमश्रीकामिनीकामरूपः ।।१७१।।
निर्मुक्ति मार्गफलदा यमिनामजस्रम् ।
स्यात्संयतस्य मम सा किल कामधेनुः ।।१७२।।
बुद्ध्वा बुद्ध्वा निर्विकल्पं मुमुक्षुः ।
सिद्धिं यायात् सिद्धिसीमन्तिनीशः ।।१७३।।
[શ્લોકાર્થઃ — ] જે ભવ્ય લોક (ભવ્યજનસમૂહ) જિનપતિના માર્ગમાં કહેલ સમસ્ત આલોચનાની ભેદજાળને અવલોકીને તથા નિજ સ્વરૂપને જાણીને સર્વ તરફથી પરભાવને છોડે છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે). ૧૭૧.
[શ્લોકાર્થઃ — ] સંયમીઓને સદા મોક્ષમાર્ગનું ફળ દેનારી તથા શુદ્ધ આત્મતત્ત્વમાં ખરેખર કામધેનુરૂપ હો. ૧૭૨.
[શ્લોકાર્થઃ — ] મુમુક્ષુ જીવ ત્રણ લોકને જાણનારા નિર્વિકલ્પ શુદ્ધ તત્ત્વને બરાબર જાણીને તેની સિદ્ધિને અર્થે શુદ્ધ શીલને (ચારિત્રને) આચરીને, સિદ્ધિરૂપી સ્ત્રીનો સ્વામી થાય છે — સિદ્ધિને પામે છે. ૧૭૩.
*નિયત આચરણને અનુરૂપ એવી જે નિરંતર શુદ્ધનયાત્મક આલોચના તે મને સંયમીને
*નિયત = નિશ્ચિત; દ્રઢ; લીન; પરાયણ. [આચરણ શુદ્ધ આત્મતત્ત્વને આશ્રિત હોય છે.]