Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 220 of 380
PDF/HTML Page 249 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

तीव्रचारित्रमोहोदयबलेन पुंवेदाभिधाननोकषायविलासो मदः अत्र मदशब्देन मदनः कामपरिणाम इत्यर्थः चतुरसंदर्भगर्भीकृतवैदर्भकवित्वेन आदेयनामकर्मोदये सति सकलजनपूज्यतया, मातृपितृसम्बन्धकुलजातिविशुद्धया वा, शतसहस्रकोटिभटाभिधान- प्रधानब्रह्मचर्यव्रतोपार्जितनिरुपमबलेन च, दानादिशुभकर्मोपार्जितसंपद्वृद्धिविलासेन, अथवा बुद्धितपोवैकुर्वणौषधरसबलाक्षीणर्द्धिभिः सप्तभिर्वा, कमनीयकामिनीलोचनानन्देन वपुर्लावण्यरसविसरेण वा आत्माहंकारो मानः गुप्तपापतो माया युक्त स्थले धनव्ययाभावो लोभः; निश्चयेन निखिलपरिग्रहपरित्यागलक्षणनिरंजननिजपरमात्मतत्त्वपरिग्रहात् अन्यत परमाणुमात्रद्रव्यस्वीकारो लोभः एभिश्चतुर्भिर्वा भावैः परिमुक्त : शुद्धभाव एव भावशुद्धिरिति भव्यप्राणिनां लोकालोकप्रदर्शिभिः परमवीतरागसुखामृतपानपरितृप्तै- र्भगवद्भिरर्हद्भिरभिहित इति

તીવ્ર ચારિત્રમોહના ઉદયને લીધે પુરુષવેદ નામના નોકષાયનો વિલાસ તે મદ છે. અહીં ‘મદ’ શબ્દનો ‘મદન’ એટલે કે કામપરિણામ એવો અર્થ છે. (૧) ચતુર વચનરચનાવાળા *વૈદર્ભકવિત્વને લીધે, આદેયનામકર્મનો ઉદય હોતાં સમસ્ત જનો વડે પૂજનીયપણાથી, (૨) માતા-પિતા સંબંધી કુળ-જાતિની વિશુદ્ધિથી, (૩) પ્રધાન બ્રહ્મચર્યવ્રત વડે ઉપાર્જિત લક્ષકોટિ સુભટ સમાન નિરુપમ બળથી, (૪) દાનાદિ શુભ કર્મ વડે ઉપાર્જિત સંપત્તિની વૃદ્ધિના વિલાસથી, (૫) બુદ્ધિ, તપ, વિક્રિયા, ઔષધ, રસ, બળ અને અક્ષીણએ સાત ૠદ્ધિઓથી, અથવા (૬) સુંદર કામિનીઓનાં લોચનને આનંદ પમાડનારા શરીરલાવણ્યરસના વિસ્તારથી થતો જે આત્મ-અહંકાર (આત્માનો અહંકારભાવ) તે માન છે. ગુપ્ત પાપથી માયા હોય છે. યોગ્ય સ્થળે ધનવ્યયનો અભાવ તે લોભ છે; નિશ્ચયથી સમસ્ત પરિગ્રહનો પરિત્યાગ જેનું લક્ષણ (સ્વરૂપ) છે એવા નિરંજન નિજ પરમાત્મતત્ત્વના પરિગ્રહથી અન્ય પરમાણુમાત્ર દ્રવ્યનો સ્વીકાર તે લોભ છે.આ ચારેય ભાવોથી પરિમુક્ત (રહિત) શુદ્ધભાવ તે જ ભાવશુદ્ધિ છે એમ ભવ્ય જીવોને લોકાલોકદર્શી, પરમવીતરાગ સુખામૃતના પાનથી પરિતૃપ્ત અર્હંતભગવંતોએ કહ્યું છે.

[હવે આ પરમ-આલોચના અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ નવ શ્લોક કહે છેઃ]

૨૨૦ ]

*વૈદર્ભકવિ = એક પ્રકારની સાહિત્યપ્રસિદ્ધ સુંદર કાવ્યરચનામાં કુશળ કવિ