क्रोधादिनिखिलमोहरागद्वेषविभावस्वभावक्षयकारणनिजकारणपरमात्मस्वभावभावनायां सत्यां निसर्गवृत्त्या प्रायश्चित्तमभिहितम्, अथवा परमात्मगुणात्मकशुद्धान्तस्तत्वस्वरूप- सहजज्ञानादिसहजगुणचिंता प्रायश्चित्तं भवतीति ।
कामक्रोधाद्यन्यभावक्षये च ।
सन्तो जानन्त्येतदात्मप्रवादे ।।१८१।।
નિજ ગુણોનું ચિંતન કરવું તે [निश्चयतः] નિશ્ચયથી [प्रायश्चित्तं भणितम्] પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં) સકળ કર્મોને મૂળથી ઉખેડી નાખવામાં સમર્થ એવું નિશ્ચય-પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે.
ક્રોધાદિક સમસ્ત મોહરાગદ્વેષરૂપ વિભાવસ્વભાવોના ક્ષયના કારણભૂત નિજ કારણપરમાત્માના સ્વભાવની ભાવના હોતાં નિસર્ગવૃત્તિને લીધે (અર્થાત્ સ્વાભાવિક — સહજ પરિણતિ હોવાને લીધે) પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે; અથવા, પરમાત્માના ગુણાત્મક એવા જે શુદ્ધ-અંતઃતત્ત્વરૂપ (નિજ) સ્વરૂપના સહજજ્ઞાનાદિક સહજગુણો તેમનું ચિંતન કરવું તે પ્રાયશ્ચિત્ત છે.
[હવે આ ૧૧૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] મુનિઓને કામક્રોધાદિક અન્ય ભાવોના ક્ષયની જે સંભાવના અથવા તો પોતાના જ્ઞાનની જે સંભાવના ( – સમ્યક્ ભાવના) તે ઉગ્ર પ્રાયશ્ચિત્ત કહેલ છે. સંતોએ આત્મપ્રવાદમાં આમ જાણ્યું છે (અર્થાત્ જાણીને કહ્યું છે). ૧૮૧.