चतुष्कषायविजयोपायस्वरूपाख्यानमेतत् ।
जघन्यमध्यमोत्तमभेदात्क्षमास्तिस्रो भवन्ति । अकारणादप्रियवादिनो मिथ्याद्रष्टेरकारणेन मां त्रासयितुमुद्योगो विद्यते, अयमपगतो मत्पुण्येनेति प्रथमा क्षमा । अकारणेन संत्रासकरस्य ताडनवधादिपरिणामोऽस्ति, अयं चापगतो मत्सुकृतेनेति द्वितीया क्षमा । वधे सत्यमूर्तस्य परमब्रह्मरूपिणो ममापकारहानिरिति परमसमरसीभावस्थितिरुत्तमा क्षमा । आभिः क्षमाभिः क्रोधकषायं जित्वा, मानकषायं मार्दवेन च, मायाकषायं चार्जवेण, परमतत्त्वलाभसन्तोषेण लोभकषायं चेति ।
અન્વયાર્થઃ — [क्रोधं क्षमया] ક્રોધને ક્ષમાથી, [मानं स्वमार्दवेन] માનને નિજ માર્દવથી, [मायां च आर्जवेन] માયાને આર્જવથી [च] તથા [लोभं संतोषेण] લોભને સંતોષથી — [चतुर्विधकषायान्] એમ ચતુર્વિધ કષાયોને [खलु जयति] (યોગી) ખરેખર જીતે છે.
ટીકાઃ — આ, ચાર કષાયો પર વિજય મેળવવાના ઉપાયના સ્વરૂપનું કથન છે.
જઘન્ય, મધ્યમ અને ઉત્તમ એવા (ત્રણ) ભેદોને લીધે ક્ષમા ત્રણ (પ્રકારની) છે. (૧) ‘વિના-કારણ અપ્રિય બોલનાર મિથ્યાદ્રષ્ટિને વિના-કારણ મને ત્રાસ દેવાનો ઉદ્યોગ વર્તે છે, તે મારા પુણ્યથી દૂર થયો;’ — આમ વિચારી ક્ષમા કરવી તે પ્રથમ ક્ષમા છે. (૨) (મારા પર) ‘વિના-કારણ ત્રાસ ગુજારનારને ૧તાડનનો અને ૨વધનો પરિણામ વર્તે છે, તે મારા સુકૃતથી દૂર થયો;’ — આમ વિચારી ક્ષમા કરવી તે દ્વિતીય ક્ષમા છે. (૩) વધ થતાં અમૂર્ત પરમબ્રહ્મરૂપ એવા મને નુકસાન થતું નથી — એમ સમજી પરમ સમરસીભાવમાં સ્થિત રહેવું તે ઉત્તમ ક્ષમા છે. આ (ત્રણ) ક્ષમાઓ વડે ક્રોધકષાયને જીતીને, ૩માર્દવ વડે માનકષાયને, ૪આર્જવ વડે માયાકષાયને તથા પરમતત્ત્વની પ્રાપ્તિરૂપ સંતોષથી લોભકષાયને (યોગી) જીતે છે.
૨૨૮ ]
૧. તાડન = માર મારવો તે
૨. વધ = મારી નાખવું તે
૩. માર્દવ = નરમાશ; કોમળતા; નિર્માનતા.
૪. આર્જવ = ૠજુતા; સરળતા.