કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
[ ૨૨૯
तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः —
(वसंततिलका)
‘‘चित्तस्थमप्यनवबुद्धय हरेण जाडयात्
क्रुद्ध्वा बहिः किमपि दग्धमनङ्गबुद्धया ।
घोरामवाप स हि तेन कृतामवस्थां
क्रोधोदयाद्भवति कस्य न कार्यहानिः ।।’’
(वसंततिलका)
‘‘चक्रं विहाय निजदक्षिणबाहुसंस्थं
यत्प्राव्रजन्ननु तदैव स तेन मुच्येत् ।
क्लेशं तमाप किल बाहुबली चिराय
मानो मनागपि हतिं महतीं करोति ।।’’
(अनुष्टुभ्)
‘‘भेयं मायामहागर्तान्मिथ्याघनतमोमयात् ।
यस्मिन् लीना न लक्ष्यन्ते क्रोधादिविषमाहयः ।।’’
એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૧૬, ૨૧૭,
૨૨૧ તથા ૨૨૩ મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] કામદેવ (પોતાના) ચિત્તમાં રહેલ હોવા છતાં (પોતાની) જડતાને
લીધે તેને નહિ ઓળખીને, શંકરે ક્રોધી થઈને બહારમાં કોઈકને કામદેવ સમજી તેને બાળી
નાખ્યો. (ચિત્તમાં રહેલો કામદેવ તો જીવતો હોવાને લીધે) તેણે કરેલી ઘોર અવસ્થાને
( – કામવિહ્વળ દશાને) શંકર પામ્યા. ક્રોધના ઉદયથી ( – ક્રોધ ઉત્પન્ન થવાથી) કોને
કાર્યહાનિ થતી નથી?’’
[શ્લોકાર્થઃ — ] (યુદ્ધમાં ભરતે બાહુબલી પર ચક્ર છોડ્યું પરંતુ તે ચક્ર બાહુબલીના
જમણા હાથમાં આવીને સ્થિર થઈ ગયું.) પોતાના જમણા હાથમાં સ્થિત (તે) ચક્રને છોડીને
જ્યારે બાહુબલીએ પ્રવ્રજ્યા લીધી ત્યારે જ (તુરત જ) તેઓ તે કારણે મુક્તિ પામત, પરંતુ
તેઓ (માનને લીધે મુક્તિ નહિ પામતાં) ખરેખર લાંબા વખત સુધી પ્રસિદ્ધ (માનકૃત) ક્લેશને
પામ્યા. થોડું પણ માન મહા હાનિ કરે છે!’’
‘‘[શ્લોકાર્થઃ — ] જેમાં ( – જે ખાડામાં) સંતાઈ રહેલા ક્રોધાદિક ભયંકર સર્પો દેખી