किल जडतया लोलो वालव्रजेऽविचलं स्थितः ।
परिणततृषां प्रायेणैवंविधा हि विपत्तयः ।।’’
રહેવું યોગ્ય છે.’’
‘‘[શ્લોકાર્થઃ — ] *વનચરના ભયથી ભાગતી ચમરી ગાયનું પૂંછડું દૈવયોગે વેલમાં ગુંચવાઈ જતા જડતાને લીધે વાળના ગુચ્છા પ્રત્યે લોલુપતાવાળી તે ગાય (પોતાના સુંદર વાળને તૂટવા નહિ દેવાના લોભને લીધે) ત્યાં અવિચળપણે ઊભી રહી ગઈ, અને અરેરે! તે ગાયને વનચર વડે પ્રાણથી પણ વિમુક્ત કરવામાં આવી! (અર્થાત્ તે ગાયે વાળના લોભમાં પ્રાણ પણ ગુમાવ્યા!) જેમને તૃષ્ણા પરિણમી છે તેમને પ્રાયઃ આવી જ વિપત્તિઓ આવે છે.’’
વળી (આ ૧૧૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] ક્રોધકષાયને ક્ષમાથી, માનકષાયને માર્દવથી જ, માયાને આર્જવની પ્રાપ્તિથી અને લોભકષાયને શૌચથી ( – સંતોષથી) જીતો. ૧૮૨.
૨૩૦ ]
*વનચર = વનમાં રહેનાર, ભીલ વગેરે મનુષ્ય અથવા વાઘ વગેરે જંગલી પશુ.