प्रशस्तसमस्तकायवाङ्मनसां व्यापाराभावात् त्रिगुप्तः, स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राभिधान- पंचेन्द्रियाणां मुखैस्तत्तद्योग्यविषयग्रहणाभावात् पिहितेन्द्रियः, तस्य खलु महामुमुक्षोः परमवीतरागसंयमिनः सामायिकं व्रतं शश्वत् स्थायि भवतीति ।
नीत्वा नाशं विकृतिमनिशं कायवाङ्मानसानाम् ।
बुद्ध्वा जन्तुः स्थिरशममयं शुद्धशीलं प्रयाति ।।२०३।।
ત્રિગુપ્ત (ત્રણ ગુપ્તિવાળો) છે અને સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ ને શ્રોત્ર નામની પાંચ ઇન્દ્રિયો દ્વારા તે તે ઇન્દ્રિયને યોગ્ય વિષયના ગ્રહણનો અભાવ હોવાથી બંધ કરેલી ઇન્દ્રિયોવાળો છે, તે મહામુમુક્ષુ પરમવીતરાગસંયમીને ખરેખર સામાયિકવ્રત શાશ્વત – સ્થાયી છે.
[હવે આ ૧૨૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] આ રીતે ભવભયના કરનારા સમસ્ત સાવદ્યસમૂહને છોડીને, કાય- વચન-મનની વિકૃતિને નિરંતર નાશ પમાડીને, અંતરંગ શુદ્ધિથી પરમ કળા સહિત (પરમ જ્ઞાનકળા સહિત) એક આત્માને જાણીને જીવ સ્થિરશમમય શુદ્ધ શીલને પ્રાપ્ત કરે છે (અર્થાત્ શાશ્વત સમતામય શુદ્ધ ચારિત્રને પ્રાપ્ત કરે છે). ૨૦૩.
અન્વયાર્થઃ — [यः] જે [स्थावरेषु] સ્થાવર [वा] કે [त्रसेषु] ત્રસ [सर्वभूतेषु] સર્વ જીવો
*વ્યાસંગથી વિમુક્ત છે, પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત કાય-વચન-મનના વ્યાપારના અભાવને લીધે
*વ્યાસંગ = ગાઢ સંગ; સંગ; આસક્તિ.