समतया रहितस्य यतेर्न हि ।
भज मुने समताकुलमंदिरम् ।।२०२।।
इह हि सकलसावद्यव्यापाररहितस्य त्रिगुप्तिगुप्तस्य सकलेन्द्रियव्यापारविमुखस्य तस्य च मुनेः सामायिकं व्रतं स्थायीत्युक्त म् ।
अथात्रैकेन्द्रियादिप्राणिनिकुरंबक्लेशहेतुभूतसमस्तसावद्यव्यासंगविनिर्मुक्त :, प्रशस्ता-
[શ્લોકાર્થઃ — ] ખરેખર સમતા રહિત યતિને અનશનાદિ તપશ્ચરણોથી ફળ નથી; માટે, હે મુનિ! સમતાનું *કુલમંદિર એવું જે આ અનાકુળ નિજ તત્ત્વ તેને ભજ. ૨૦૨.
અન્વયાર્થઃ — [सर्वसावद्ये विरतः] જે સર્વ સાવદ્યમાં વિરત છે, [त्रिगुप्तः] જે ત્રણ ગુપ્તિવાળો છે અને [पिहितेन्द्रियः] જેણે ઇન્દ્રિયોને બંધ (નિરુદ્ધ) કરી છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં), જે સર્વ સાવદ્ય વ્યાપારથી રહિત છે, જે ત્રિગુપ્તિ વડે ગુપ્ત છે અને જે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારથી વિમુખ છે, તે મુનિને સામાયિકવ્રત સ્થાયી છે એમ કહ્યું છે.
અહીં (આ લોકમાં) જે એકેંદ્રિયાદિ પ્રાણીસમૂહને ક્લેશના હેતુભૂત સમસ્ત સાવદ્યના
૨૪૮ ]
*કુલમંદિર = (૧) ઉત્તમ ઘર; (૨) વંશપરંપરાનું ઘર.