કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-સમાધિ અધિકાર
[ ૨૪૭
सकलकर्मकलंकपंकविनिर्मुक्त महानंदहेतुभूतपरमसमताभावेन विना कान्तारवासावासेन
प्रावृषि वृक्षमूले स्थित्या च ग्रीष्मेऽतितीव्रकरकरसंतप्तपर्वताग्रग्रावनिषण्णतया वा हेमन्ते च
रात्रिमध्ये ह्याशांबरदशाफलेन च, त्वगस्थिभूतसर्वाङ्गक्लेशदायिना महोपवासेन वा,
सदाध्ययनपटुतया च, वाग्विषयव्यापारनिवृत्तिलक्षणेन संततमौनव्रतेन वा किमप्युपादेयं
फलमस्ति केवलद्रव्यलिंगधारिणः श्रमणाभासस्येति ।
तथा चोक्त म् अमृताशीतौ —
(मालिनी)
‘‘गिरिगहनगुहाद्यारण्यशून्यप्रदेश-
स्थितिकरणनिरोधध्यानतीर्थोपसेवा- ।
प्रपठनजपहोमैर्ब्रह्मणो नास्ति सिद्धिः
मृगय तदपरं त्वं भोः प्रकारं गुरुभ्यः ।।’’
तथा हि —
કેવળ દ્રવ્યલિંગધારી શ્રમણાભાસને સમસ્ત કર્મકલંકરૂપ કાદવથી વિમુક્ત મહા આનંદના
હેતુભૂત પરમસમતાભાવ વિના, (૧) વનવાસે વસીને વર્ષાૠતુમાં વૃક્ષ નીચે સ્થિતિ કરવાથી,
ગ્રીષ્મૠતુમાં પ્રચંડ સૂર્યનાં કિરણોથી સંતપ્ત પર્વતના શિખરની શિલા ઉપર બેસવાથી અને
હેમંતૠતુમાં રાત્રિમધ્યે દિગંબરદશાએ રહેવાથી, (૨) ત્વચા અને અસ્થિરૂપ (માત્ર હાડ-
ચામરૂપ) થઈ ગયેલા આખા શરીરને ક્લેશદાયક મહા ઉપવાસથી, (૩) સદા અધ્યયનપટુતાથી
(અર્થાત્ સદા શાસ્ત્રપઠન કરવાથી), અથવા (૪) વચનસંબંધી વ્યાપારની નિવૃત્તિસ્વરૂપ સતત
મૌનવ્રતથી શું જરાય *ઉપાદેય ફળ છે? (અર્થાત્ મોક્ષના સાધનરૂપ ફળ જરાય નથી.)
એવી રીતે (શ્રી યોગીંદ્રદેવકૃત) અમૃતાશીતિમાં (૫૯મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] પર્વતની ઊંડી ગુફા વગેરેમાં કે વનના શૂન્ય પ્રદેશમાં રહેવાથી,
ઇન્દ્રિયનિરોધથી, ધ્યાનથી, તીર્થસેવાથી (તીર્થસ્થાનમાં વસવાથી), પઠનથી, જપથી અને
હોમથી બ્રહ્મની (આત્માની) સિદ્ધિ નથી; માટે, હે ભાઈ! તું ગુરુઓ દ્વારા તેનાથી અન્ય
પ્રકારને શોધ.’’
વળી (આ ૧૨૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
*ઉપાદેય = પસંદ કરવા જેવું; વખાણવા જેવું.