૨૪૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
सामग्रीविशेषैः सार्धमखंडाद्वैतपरमचिन्मयमात्मानं यः परमसंयमी नित्यं ध्यायति, तस्य खलु
परमसमाधिर्भवतीति ।
(अनुष्टुभ्)
निर्विकल्पे समाधौ यो नित्यं तिष्ठति चिन्मये ।
द्वैताद्वैतविनिर्मुक्त मात्मानं तं नमाम्यहम् ।।२०१।।
किं काहदि वणवासो कायकिलेसो विचित्तउववासो ।
अज्झयणमोणपहुदी समदारहियस्स समणस्स ।।१२४।।
किं करिष्यति वनवासः कायक्लेशो विचित्रोपवासः ।
अध्ययनमौनप्रभृतयः समतारहितस्य श्रमणस्य ।।१२४।।
अत्र समतामन्तरेण द्रव्यलिङ्गधारिणः श्रमणाभासिनः किमपि परलोककारणं नास्ती-
त्युक्त म् ।
અવિચળ સ્થિતિરૂપ ( – એવું જે ધ્યાન) તે નિશ્ચયશુક્લધ્યાન છે. આ સામગ્રીવિશેષો સહિત
( – આ ઉપર્યુક્ત ખાસ આંતરિક સાધનસામગ્રી સહિત) અખંડ અદ્વૈત પરમ ચૈતન્યમય
આત્માને જે પરમ સંયમી નિત્ય ધ્યાવે છે, તેને ખરેખર પરમ સમાધિ છે.
[હવે આ ૧૨૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જે સદા ચૈતન્યમય નિર્વિકલ્પ સમાધિમાં રહે છે, તે દ્વૈતાદ્વૈતવિમુક્ત
(દ્વૈત-અદ્વૈતના વિકલ્પોથી મુક્ત) આત્માને હું નમું છું. ૨૦૧.
વનવાસ વા તનક્લેશરૂપ ઉપવાસ વિધવિધ શું કરે?
રે! મૌન વા પઠનાદિ શું કરે સામ્યવિરહિત શ્રમણને? ૧૨૪.
અન્વયાર્થઃ — [वनवासः] વનવાસ, [कायक्लेशः विचित्रोपवासः] કાયક્લેશરૂપ અનેક
પ્રકારના ઉપવાસ, [अध्ययनमौनप्रभृतयः] અધ્યયન, મૌન વગેરે (કાર્યો) [समतारहितस्य
श्रमणस्य] સમતારહિત શ્રમણને
[किं करिष्यति] શું કરે છે ( – શો લાભ કરે છે)?
ટીકાઃ — અહીં (આ ગાથામાં), સમતા વિના દ્રવ્યલિંગધારી શ્રમણાભાસને કિંચિત્
પરલોકનું કારણ નથી (અર્થાત્ જરાય મોક્ષનું સાધન નથી) એમ કહ્યું છે.