કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-સમાધિ અધિકાર
[ ૨૪૫
संजमणियमतवेण दु धम्मज्झाणेण सुक्कझाणेण ।
जो झायइ अप्पाणं परमसमाही हवे तस्स ।।१२३।।
संयमनियमतपसा तु धर्मध्यानेन शुक्लध्यानेन ।
यो ध्यायत्यात्मानं परमसमाधिर्भवेत्तस्य ।।१२३।।
इह हि समाधिलक्षणमुक्त म् ।
संयमः सकलेन्द्रियव्यापारपरित्यागः । नियमेन स्वात्माराधनातत्परता । आत्मा-
नमात्मन्यात्मना संधत्त इत्यध्यात्मं तपनम् । सकलबाह्यक्रियाकांडाडम्बरपरित्यागलक्षणान्तः-
क्रियाधिकरणमात्मानं निरवधित्रिकालनिरुपाधिस्वरूपं यो जानाति, तत्परिणतिविशेषः
स्वात्माश्रयनिश्चयधर्मध्यानम् । ध्यानध्येयध्यातृतत्फलादिविविधविकल्पनिर्मुक्तान्तर्मुखाकार-
निखिलकरणग्रामागोचरनिरंजननिजपरमतत्त्वाविचलस्थितिरूपं निश्चयशुक्लध्यानम् । एभिः
સંયમ, નિયમ ને તપ થકી, વળી ધર્મ-શુક્લધ્યાનથી,
ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૩.
અન્વયાર્થઃ — [संयमनियमतपसा तु] સંયમ, નિયમ ને તપથી તથા [धर्मध्यानेन
शुक्लध्यानेन] ધર્મધ્યાન ને શુક્લધ્યાનથી [यः] જે [आत्मानं] આત્માને [ध्यायति] ધ્યાવે છે,
[तस्य] તેને [परमसमाधिः] પરમ સમાધિ [भवेत्] છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં) સમાધિનું લક્ષણ (અર્થાત્ સ્વરૂપ) કહ્યું છે.
સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ તે સંયમ છે. નિજ આત્માની આરાધનામાં
તત્પરતા તે નિયમ છે. જે આત્માને આત્મામાં આત્માથી ધારી – ટકાવી – જોડી રાખે છે તે
અધ્યાત્મ છે અને એ અધ્યાત્મ તે તપ છે. સમસ્ત બાહ્યક્રિયાકાંડના આડંબરનો પરિત્યાગ
જેનું લક્ષણ છે એવી અંતઃક્રિયાના *અધિકરણભૂત આત્માને — કે જેનું સ્વરૂપ અવધિ વિનાના
ત્રણે કાળે (અનાદિ કાળથી અનંત કાળ સુધી) નિરુપાધિક છે તેને — જે જીવ જાણે છે, તે
જીવની પરિણતિવિશેષ તે સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મધ્યાન છે. ધ્યાન-ધ્યેય-ધ્યાતા, ધ્યાનનું ફળ
વગેરેના વિવિધ વિકલ્પોથી વિમુક્ત (અર્થાત્ એવા વિકલ્પો વિનાનું), અંતર્મુખાકાર (અર્થાત્
અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવું), સમસ્ત ઇન્દ્રિયસમૂહથી અગોચર નિરંજન-નિજ-પરમતત્ત્વમાં
*અધિકરણ = આધાર. (અંતરંગ ક્રિયાનો આધાર આત્મા છે.)