૨૪૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
एव वचनरचनां परित्यज्य सकलकर्मकलंकपंकविनिर्मुक्त प्रध्वस्तभावकर्मात्मक-
परमवीतरागभावेन त्रिकालनिरावरणनित्यशुद्धकारणपरमात्मानं स्वात्माश्रयनिश्चयधर्म-
ध्यानेन टंकोत्कीर्णज्ञायकैकस्वरूपनिरतपरमशुक्लध्यानेन च यः परमवीतरागतपश्चरणनिरतः
निरुपरागसंयतः ध्यायति, तस्य खलु द्रव्यभावकर्मवरूथिनीलुंटाकस्य परमसमाधि-
र्भवतीति
।
(वंशस्थ)
समाधिना केनचिदुत्तमात्मनां
हृदि स्फु रन्तीं समतानुयायिनीम् ।
यावन्न विद्मः सहजात्मसंपदं
न माद्रशां या विषया विदामहि ।।२००।।
વ્યાપાર કરવાયોગ્ય નથી. આમ હોવાથી જ, વચનરચના પરિત્યાગીને જે સમસ્ત
કર્મકલંકરૂપ કાદવથી વિમુક્ત છે અને જેમાંથી ભાવકર્મ નષ્ટ થયેલાં છે એવા ભાવે — પરમ
વીતરાગ ભાવે — ત્રિકાળ-નિરાવરણ નિત્ય-શુદ્ધ કારણપરમાત્માને સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મ-
ધ્યાનથી અને ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વરૂપમાં લીન પરમશુક્લધ્યાનથી જે પરમવીતરાગ
તપશ્ચરણમાં લીન, નિરુપરાગ (નિર્વિકાર) સંયમી ધ્યાવે છે, તે દ્રવ્યકર્મ-ભાવકર્મની સેનાને
લૂટનાર સંયમીને ખરેખર પરમ સમાધિ છે.
[હવે આ ૧૨૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી
પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] કોઈ એવી ( – અવર્ણનીય, પરમ) સમાધિ વડે ઉત્તમ આત્માઓના
હૃદયમાં સ્ફુરતી, સમતાની ૧અનુયાયિની સહજ આત્મસંપદાને જ્યાં સુધી અમે
અનુભવતા નથી, ત્યાં સુધી અમારા જેવાઓનો જે ૨વિષય છે તેને અમે અનુભવતા
નથી. ૨૦૦.
૧. અનુયાયિની=અનુગામિની; સાથે સાથે રહેનારી; પાછળ પાછળ આવનારી. (સહજ આત્મસંપદા
સમાધિની અનુયાયિની છે.)
૨. સહજ આત્મસંપદા મુનિઓનો વિષય છે.