કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-સમાધિ અધિકાર
[ ૨૫૧
(अनुष्टुभ्)
कांक्षंत्यद्वैतमन्येपि द्वैतं कांक्षन्ति चापरे ।
द्वैताद्वैतविनिर्मुक्त मात्मानमभिनौम्यहम् ।।२०६।।
(अनुष्टुभ्)
अहमात्मा सुखाकांक्षी स्वात्मानमजमच्युतम् ।
आत्मनैवात्मनि स्थित्वा भावयामि मुहुर्मुहुः ।।२०७।।
(शिखरिणी)
विकल्पोपन्यासैरलमलममीभिर्भवकरैः
अखंडानन्दात्मा निखिलनयराशेरविषयः ।
अयं द्वैताद्वैतो न भवति ततः कश्चिदचिरात्
तमेकं वन्देऽहं भवभयविनाशाय सततम् ।।२०८।।
(शिखरिणी)
सुखं दुःखं योनौ सुकृतदुरितव्रातजनितं
शुभाभावो भूयोऽशुभपरिणतिर्वा न च न च ।
यदेकस्याप्युच्चैर्भवपरिचयो बाढमिह नो
य एवं संन्यस्तो भवगुणगणैः स्तौमि तमहम् ।।२०9।।
છે; દ્વૈત અને અદ્વૈતથી વિમુક્ત માર્ગમાં (અર્થાત્ જેમાં દ્વૈત કે અદ્વૈતના વિકલ્પો નથી એવા
માર્ગમાં) અમે વર્તીએ છીએ. ૨૦૫.
[શ્લોકાર્થઃ — ] કોઈ જીવો અદ્વૈતને ઇચ્છે છે અને અન્ય કોઈ જીવો દ્વૈતને ઇચ્છે
છે; હું દ્વૈત અને અદ્વૈતથી વિમુક્ત આત્માને નમું છું. ૨૦૬.
[શ્લોકાર્થઃ — ] હું — સુખને ઇચ્છનારો આત્મા — અજન્મ અને અવિનાશી એવા
નિજ આત્માને આત્મા વડે જ આત્મામાં સ્થિત રહીને વારંવાર ભાવું છું. ૨૦૭.
[શ્લોકાર્થઃ — ] ભવના કરનારા એવા આ વિકલ્પ-કથનોથી બસ થાઓ, બસ થાઓ.
જે અખંડાનંદસ્વરૂપ છે તે (આ આત્મા) સમસ્ત નયરાશિનો અવિષય છે; માટે આ કોઈ
(અવર્ણનીય) આત્મા દ્વૈત કે અદ્વૈતરૂપ નથી (અર્થાત્ દ્વૈત-અદ્વૈતના વિકલ્પોથી પર છે). તેને
એકને હું અલ્પ કાળમાં ભવભયનો નાશ કરવા માટે સતત વંદું છું. ૨૦૮.
[શ્લોકાર્થઃ — ] યોનિમાં સુખ અને દુઃખ સુકૃત અને દુષ્કૃતના સમૂહથી થાય છે