स्फु टितसहजतेजःपुंजदूरीकृतांहः- ।
जयति जगति नित्यं चिच्चमत्कारमात्रम् ।।२१०।।
महामुनिगणाधिनाथहृदयारविन्दस्थितम् ।
सदा निजमहिम्नि लीनमपि सद्रºशां गोचरम् ।।२११।।
(અર્થાત્ ચાર ગતિના જન્મોમાં સુખદુઃખ શુભાશુભ કૃત્યોથી થાય છે). વળી બીજી રીતે ( – નિશ્ચયનયે), આત્માને શુભનો પણ અભાવ છે તેમ જ અશુભ પરિણતિ પણ નથી — નથી, કારણ કે આ લોકમાં એક આત્માને (અર્થાત્ આત્મા સદા એકરૂપ હોવાથી તેને) ચોક્કસ ભવનો પરિચય બિલકુલ નથી. આ રીતે જે ભવગુણોના સમૂહથી સંન્યસ્ત છે (અર્થાત્ જે શુભ-અશુભ, રાગ-દ્વેષ વગેરે ભવના ગુણોથી — વિભાવોથી — રહિત છે) તેને ( – નિત્યશુદ્ધ આત્માને) હું સ્તવું છું. ૨૦૯.
[શ્લોકાર્થઃ — ] સદા શુદ્ધ-શુદ્ધ એવું આ (પ્રત્યક્ષ) ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વ જગતમાં નિત્ય જયવંત છે — કે જેણે પ્રગટ થયેલા સહજ તેજઃપુંજ વડે સ્વધર્મત્યાગરૂપ (મોહરૂપ) અતિપ્રબળ તિમિરસમૂહને દૂર કર્યો છે અને જે પેલી *અઘસેનાની ધજાને હરી લે છે. ૨૧૦.
[શ્લોકાર્થઃ — ] આ અનઘ (નિર્દોષ) આત્મતત્ત્વ જયવંત છે — કે જેણે સંસારને અસ્ત કર્યો છે, જે મહામુનિગણના અધિનાથના ( – ગણધરોના) હૃદયારવિંદમાં સ્થિત છે, જેણે ભવનું કારણ તજી દીધું છે, જે એકાંતે શુદ્ધ પ્રગટ થયું છે (અર્થાત્ જે સર્વથા- શુદ્ધપણે સ્પષ્ટ જણાય છે) અને જે સદા (ટંકોત્કીર્ણ ચૈતન્યસામાન્યરૂપ) નિજ મહિમામાં લીન હોવા છતાં સમ્યગ્દ્રષ્ટિઓને ગોચર છે. ૨૧૧.
૨૫૨ ]
*અઘ = દોષ; પાપ.