अत्राप्यात्मैवोपादेय इत्युक्त : ।
यस्य खलु बाह्यप्रपंचपराङ्मुखस्य निर्जिताखिलेन्द्रियव्यापारस्य भाविजिनस्य पाप- क्रियानिवृत्तिरूपे बाह्यसंयमे कायवाङ्मनोगुप्तिरूपसकलेन्द्रियव्यापारवर्जितेऽभ्यन्तरात्मनि परिमितकालाचरणमात्रे नियमे परमब्रह्मचिन्मयनियतनिश्चयान्तर्गताचारे स्वरूपेऽविचलस्थितिरूपे व्यवहारप्रपंचितपंचाचारे पंचमगतिहेतुभूते किंचनभावप्रपंचपरिहीणे सकलदुराचारनिवृत्तिकारणे परमतपश्चरणे च परमगुरुप्रसादासादितनिरंजननिजकारणपरमात्मा सदा सन्निहित इति
અન્વયાર્થઃ — [यस्य] જેને [संयमे] સંયમમાં, [नियमे] નિયમમાં અને [तपसि] તપમાં [आत्मा] આત્મા [सन्निहितः] સમીપ છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં) પણ આત્મા જ ઉપાદેય છે એમ કહ્યું છે.
બાહ્ય પ્રપંચથી પરાઙ્મુખ અને સમસ્ત ઇન્દ્રિયવ્યાપારને જીતેલા એવા જે ભાવી જિનને પાપક્રિયાની નિવૃત્તિરૂપ બાહ્યસંયમમાં, કાય-વચન-મનોગુપ્તિરૂપ, સમસ્ત ઇન્દ્રિયવ્યાપાર રહિત અભ્યંતરસંયમમાં, માત્ર પરિમિત (મર્યાદિત) કાળના આચરણસ્વરૂપ નિયમમાં, નિજસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ, ચિન્મય-પરમબ્રહ્મમાં નિયત (નિશ્ચળ રહેલા) એવા નિશ્ચયઅંતર્ગત- આચારમાં (અર્થાત્ નિશ્ચય-અભ્યંતર નિયમમાં), વ્યવહારથી *પ્રપંચિત (જ્ઞાન-દર્શન-ચારિત્ર- તપ-વીર્યાચારરૂપ) પંચાચારમાં (અર્થાત્ વ્યવહાર – તપશ્ચરણમાં), તથા પંચમગતિના હેતુભૂત, કાંઈ પણ પરિગ્રહપ્રપંચથી સર્વથા રહિત, સકળ દુરાચારની નિવૃત્તિના કારણભૂત એવા પરમ તપશ્ચરણમાં ( – આ બધામાં) પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરાયેલો નિરંજન નિજ
*પ્રપંચિત = દર્શાવવામાં આવેલા; વિસ્તાર પામેલા.