૨૫૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
केवलिनां शासने तस्य परद्रव्यपराङ्मुखस्य परमवीतरागसम्यग्द्रष्टेर्वीतरागचारित्रभाजः
सामायिकव्रतं स्थायि भवतीति ।
(मंदाक्रांता)
आत्मा नित्यं तपसि नियमे संयमे सच्चरित्रे
तिष्ठत्युच्चैः परमयमिनः शुद्धद्रष्टेर्मनश्चेत् ।
तस्मिन् बाढं भवभयहरे भावितीर्थाधिनाथे
साक्षादेषा सहजसमता प्रास्तरागाभिरामे ।।२१२।।
जस्स रागो दु दोसो दु विगडिं ण जणेइ दु ।
तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ।।१२८।।
यस्य रागस्तु द्वेषस्तु विकृतिं न जनयति तु ।
तस्य सामायिकं स्थायि इति केवलिशासने ।।१२८।।
કારણપરમાત્મા સદા સમીપ છે (અર્થાત્ જે મુનિને સંયમમાં, નિયમમાં અને તપમાં નિજ
કારણપરમાત્મા સદા નિકટ છે), તે પરદ્રવ્યપરાઙ્મુખ પરમવીતરાગ-સમ્યગ્દ્રષ્ટિ વીતરાગ-
ચારિત્રવંતને સામાયિકવ્રત સ્થાયી છે એમ કેવળીઓના શાસનમાં કહ્યું છે.
[હવે આ ૧૨૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જો શુદ્ધદ્રષ્ટિવંત (-સમ્યગ્દ્રષ્ટિ) જીવ એમ સમજે છે કે પરમ મુનિને
તપમાં, નિયમમાં, સંયમમાં અને સત્ચારિત્રમાં સદા આત્મા ઊર્ધ્વ રહે છે (અર્થાત્ દરેક કાર્યમાં
નિરંતર શુદ્ધાત્મદ્રવ્ય જ મુખ્ય રહે છે) તો (એમ સિદ્ધ થયું કે) રાગના નાશને લીધે *અભિરામ
એવા તે ભવભયહર ભાવિ તીર્થાધિનાથને આ સાક્ષાત્ સહજ-સમતા ચોક્કસ છે. ૨૧૨.
નહિ રાગ અથવા દ્વેષરૂપ વિકાર જન્મે જેહને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૮.
અન્વયાર્થઃ — [यस्य] જેને [रागः तु] રાગ કે [द्वेषः तु] દ્વેષ (નહિ ઊપજતો
થકો) [विकृतिं] વિકૃતિ [न तु जनयति] ઉત્પન્ન કરતો નથી, [तस्य] તેને [सामायिकं]
સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
*અભિરામ = મનોહર; સુંદર. (ભવભયના હરનારા એવા આ ભાવિ તીર્થંકરે રાગનો નાશ કર્યો
હોવાથી તે મનોહર છે.)