૨૬૩
— ૧૦ —
પરમ-ભક્તિ અધિકાર
अथ संप्रति हि भक्त्यधिकार उच्यते ।
सम्मत्तणाणचरणे जो भत्तिं कुणइ सावगो समणो ।
तस्स दु णिव्वुदिभत्ती होदि त्ति जिणेहि पण्णत्तं ।।१३४।।
सम्यक्त्वज्ञानचरणेषु यो भक्तिं करोति श्रावकः श्रमणः ।
तस्य तु निर्वृतिभक्ति र्भवतीति जिनैः प्रज्ञप्तम् ।।१३४।।
रत्नत्रयस्वरूपाख्यानमेतत् ।
चतुर्गतिसंसारपरिभ्रमणकारणतीव्रमिथ्यात्वकर्मप्रकृतिप्रतिपक्षनिजपरमात्मतत्त्वसम्यक् -
હવે ભક્તિ અધિકાર કહેવામાં આવે છે.
શ્રાવક શ્રમણ સમ્યક્ત્વ-જ્ઞાન-ચરિત્રની ભક્તિ કરે,
નિર્વાણની છે ભક્તિ તેને એમ જિનદેવો કહે. ૧૩૪.
અન્વયાર્થઃ — [यः श्रावकः श्रमणः] જે શ્રાવક અથવા શ્રમણ [सम्यक्त्वज्ञानचरणेषु]
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રની [भक्तिं ] ભક્તિ [करोति] કરે છે, [तस्य तु]
તેને [निर्वृतिभक्ति : भवति] નિર્વૃતિભક્તિ (નિર્વાણની ભક્તિ) છે [इति] એમ [जिनैः
प्रज्ञप्तम्] જિનોએ કહ્યું છે.
ટીકાઃ — આ, રત્નત્રયના સ્વરૂપનું કથન છે.
ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણના કારણભૂત તીવ્ર મિથ્યાત્વકર્મની પ્રકૃતિથી પ્રતિપક્ષ
(વિરુદ્ધ) નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાન-અવબોધ-આચરણસ્વરૂપ શુદ્ધરત્નત્રય-