૨૬૨ ]નિયમસાર
(मंदाक्रांता)
शुक्लध्याने परिणतमतिः शुद्धरत्नत्रयात्मा
धर्मध्यानेप्यनघपरमानन्दतत्त्वाश्रितेऽस्मिन् ।
प्राप्नोत्युच्चैरपगतमहद्दुःखजालं विशालं
भेदाभावात् किमपि भविनां वाङ्मनोमार्गदूरम् ।।२१9।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां
नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ परमसमाध्यधिकारो नवमः श्रुतस्कन्धः ।।
[શ્લોકાર્થઃ — ] આ અનઘ (નિર્દોષ) પરમાનંદમય તત્ત્વને આશ્રિત ધર્મધ્યાનમાં અને
શુક્લધ્યાનમાં જેની બુદ્ધિ પરિણમી છે એવો શુદ્ધરત્નત્રયાત્મક જીવ એવા કોઈ વિશાળ તત્ત્વને
અત્યંત પામે છે કે જેમાંથી ( – જે તત્ત્વમાંથી) મહા દુઃખસમૂહ નષ્ટ થયો છે અને જે (તત્ત્વ)
ભેદોના અભાવને લીધે જીવોને વચન અને મનના માર્ગથી દૂર છે. ૨૧૯.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના
ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી
નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી
નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની
ટીકામાં) પરમ-સમાધિ અધિકાર નામનો નવમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
L