કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-સમાધિ અધિકાર
[ ૨૬૧
यस्तु धर्मं च शुक्लं च ध्यानं ध्यायति नित्यशः ।
तस्य सामायिकं स्थायि इति केवलिशासने ।।१३३।।
परमसमाध्यधिकारोपसंहारोपन्यासोऽयम् ।
यस्तु सकलविमलकेवलज्ञानदर्शनलोलुपः परमजिनयोगीश्वरः स्वात्माश्रयनिश्चयधर्म-
ध्यानेन निखिलविकल्पजालनिर्मुक्त निश्चयशुक्लध्यानेन च अनवरतमखंडाद्वैतसहजचिद्विलास-
लक्षणमक्षयानन्दाम्भोधिमज्जंतं सकलबाह्यक्रियापराङ्मुखं शश्वदंतःक्रियाधिकरणं स्वात्मनिष्ठ-
निर्विकल्पपरमसमाधिसंपत्तिकारणाभ्यां ताभ्यां धर्मशुक्लध्यानाभ्यां सदाशिवात्मकमात्मानं
ध्यायति हि तस्य खलु जिनेश्वरशासननिष्पन्नं नित्यं शुद्धं त्रिगुप्तिगुप्तपरमसमाधिलक्षणं शाश्वतं
सामायिकव्रतं भवतीति
।
અન્વયાર્થઃ — [यः तु] જે [धर्मं च] ધર્મધ્યાન [शुक्लं च ध्यानं] અને શુક્લધ્યાનને
[नित्यशः] નિત્ય [ध्यायति] ધ્યાવે છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયિ
છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ — આ, પરમ-સમાધિ અધિકારના ઉપસંહારનું કથન છે.
જે સકળ-વિમળ કેવળજ્ઞાનદર્શનનો લોલુપ (સર્વથા નિર્મળ કેવળજ્ઞાન અને
કેવળદર્શનની તીવ્ર અભિલાષાવાળો — ભાવનાવાળો) પરમ જિનયોગીશ્વર સ્વાત્માશ્રિત
નિશ્ચય-ધર્મધ્યાન વડે અને સમસ્ત વિકલ્પજાળ રહિત નિશ્ચય-શુક્લધ્યાન વડે — સ્વાત્મનિષ્ઠ
(નિજ આત્મામાં લીન એવી) નિર્વિકલ્પ પરમ સમાધિરૂપ સંપત્તિના કારણભૂત એવાં તે
ધર્મ-શુક્લ ધ્યાનો વડે, અખંડ-અદ્વૈત-સહજ-ચિદ્વિલાસલક્ષણ (અર્થાત્ અખંડ અદ્વૈત
સ્વાભાવિક ચૈતન્યવિલાસ જેનું લક્ષણ છે એવા), અક્ષય આનંદસાગરમાં મગ્ન થતા
(ડૂબતા), સકળ બાહ્યક્રિયાથી પરાઙ્મુખ, શાશ્વતપણે (સદા) અંતઃક્રિયાના અધિકરણભૂત,
સદાશિવસ્વરૂપ આત્માને નિરંતર ધ્યાવે છે, તેને ખરેખર જિનેશ્વરના શાસનથી નિષ્પન્ન
થયેલું, નિત્યશુદ્ધ, ત્રિગુપ્તિ વડે ગુપ્ત એવી પરમ સમાધિ જેનું લક્ષણ છે એવું, શાશ્વત
સામાયિકવ્રત છે.
[હવે આ પરમ-સમાધિ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર
મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ]