मोहनीयकर्मसमुपजनितस्त्रीपुंनपुंसकवेदहास्यरत्यरतिशोकभयजुगुप्साभिधाननवनोकषाय- कलितकलंकपंकात्मकसमस्तविकारजालकं परमसमाधिबलेन यस्तु निश्चयरत्नत्रयात्मक- परमतपोधनः संत्यजति, तस्य खलु केवलिभट्टारकशासनसिद्धपरमसामायिकाभिधानव्रतं शाश्वतरूपमनेन सूत्रद्वयेन कथितं भवतीति ।
मुदा संसारस्त्रीजनितसुखदुःखावलिकरम् ।
समाधौ निष्ठानामनवरतमानन्दमनसाम् ।।२१८।।
મોહનીયકર્મજનિત સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા નામના નવ નોકષાયથી થતા કલંકપંકસ્વરૂપ (મળ-કાદવસ્વરૂપ) સમસ્ત વિકાર- સમૂહને પરમ સમાધિના બળથી જે નિશ્ચયરત્નત્રયાત્મક પરમ તપોધન તજે છે, તેને ખરેખર કેવળીભટ્ટારકના શાસનથી સિદ્ધ થયેલું પરમ સામાયિક નામનું વ્રત શાશ્વતરૂપ છે એમ આ બે સૂત્રોથી કહ્યું છે.
[હવે આ ૧૩૧-૧૩૨મી ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] સંસારસ્ત્રીજનિત *સુખદુઃખાવલિનું કરનારું નવ કષાયાત્મક આ બધું ( – નવ નોકષાયસ્વરૂપ સર્વ વિકાર) હું ખરેખર પ્રમોદથી તજું છું — કે જે નવ નોકષાયાત્મક વિકાર મહામોહાન્ધ જીવોને નિરંતર સુલભ છે અને નિરંતર આનંદિત મનવાળા સમાધિનિષ્ઠ (સમાધિમાં લીન) જીવોને અતિ દુર્લભ છે. ૨૧૮.
૨૬૦ ]
*સુખદુઃખાવલિ = સુખદુઃખની આવલિ; સુખદુઃખની પંક્તિ — હારમાળા. (નવ નોકષાયાત્મક વિકાર સંસારરૂપી સ્ત્રીથી ઉત્પન્ન સુખદુઃખની હારમાળાનો કરનાર છે.)