नवनोकषायविजयेन समासादितसामायिकचारित्रस्वरूपाख्यानमेतत् । થઈને જીવે છે. ક્યારેક ભવ્યત્વ વડે શીઘ્ર મુક્તિસુખને પામે છે, ત્યારે પછી ફરીને તેને એકને છોડીને તે સિદ્ધ ચલિત થતો નથી (અર્થાત્ એક મુક્તિસુખ જ એવું અનન્ય, અનુપમ અને પરિપૂર્ણ છે કે તેને પામીને તેમાં આત્મા સદાકાળ તૃપ્ત તૃપ્ત રહે છે, તેમાંથી કદીયે ચ્યુત થઈને અન્ય સુખ મેળવવા માટે આકુળ થતો નથી). ૨૧૭.
અન્વયાર્થઃ — [यः तु] જે [हास्यं] હાસ્ય, [रतिं] રતિ, [शोकं] શોક અને [अरतिं] અરતિને [नित्यशः] નિત્ય [वर्जयति] વર્જે છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
[यः] જે [जुगुप्सां] જુગુપ્સા, [भयं] ભય અને [सर्वं वेदं] સર્વ વેદને [नित्यशः] નિત્ય [वर्जयति] વર્જે છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ — આ, નવ નોકષાયના વિજય વડે પ્રાપ્ત થતા સામાયિકચારિત્રના સ્વરૂપનું કથન છે.