૨૫૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मंदाक्रांता)
त्यक्त्वा सर्वं सुकृतदुरितं संसृतेर्मूलभूतं
नित्यानंदं व्रजति सहजं शुद्धचैतन्यरूपम् ।
तस्मिन् सद्दृग् विहरति सदा शुद्धजीवास्तिकाये
पश्चादुच्चैः त्रिभुवनजनैरर्चितः सन् जिनः स्यात् ।।२१५।।
(शिखरिणी)
स्वतःसिद्धं ज्ञानं दुरघसुकृतारण्यदहनं
महामोहध्वान्तप्रबलतरतेजोमयमिदम् ।
विनिर्मुक्तेर्मूलं निरुपधिमहानंदसुखदं
यजाम्येतन्नित्यं भवपरिभवध्वंसनिपुणम् ।।२१६।।
(शिखरिणी)
अयं जीवो जीवत्यघकुलवशात् संसृतिवधू-
धवत्वं संप्राप्य स्मरजनितसौख्याकुलमतिः ।
क्वचिद् भव्यत्वेन व्रजति तरसा निर्वृतिसुखं
तदेकं संत्यक्त्वा पुनरपि स सिद्धो न चलति ।।२१७।।
[હવે આ ૧૩૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] સમ્યગ્દ્રષ્ટિ જીવ સંસારના મૂળભૂત સર્વ પુણ્યપાપને તજીને,
નિત્યાનંદમય, સહજ, શુદ્ધચૈતન્યરૂપ જીવાસ્તિકાયને પ્રાપ્ત કરે છે; તે શુદ્ધ જીવાસ્તિકાયમાં તે
સદા વિહરે છે અને પછી ત્રિભુવનજનોથી (ત્રણ લોકના જીવોથી) અત્યંત પૂજાતો એવો
જિન થાય છે. ૨૧૫.
[શ્લોકાર્થઃ — ] આ સ્વતઃસિદ્ધ જ્ઞાન પાપપુણ્યરૂપી વનને બાળનારો અગ્નિ છે, મહા-
મોહાંધકારનાશક અતિપ્રબળ તેજમય છે, વિમુક્તિનું મૂળ છે અને *નિરુપધિ મહા આનંદસુખનું
દાયક છે. ભવભવનો ધ્વંસ કરવામાં નિપુણ એવા આ જ્ઞાનને હું નિત્ય પૂજું છું. ૨૧૬.
[શ્લોકાર્થઃ — ] આ જીવ અઘસમૂહના વશે સંસૃતિવધૂનું પતિપણું પામીને (અર્થાત્
શુભાશુભ કર્મોના વશે સંસારરૂપી સ્ત્રીનો પતિ બનીને) કામજનિત સુખ માટે આકુળ મતિવાળો
*નિરુપધિ = છેતરપિંડી વિનાના; સાચા; વાસ્તવિક.