शुभाशुभपरिणामसमुपजनितसुकृतदुरितकर्मसंन्यासविधानाख्यानमेतत् ।
बाह्याभ्यन्तरपरित्यागलक्षणलक्षितानां परमजिनयोगीश्वराणां चरणनलिनक्षालन- संवाहनादिवैयावृत्यकरणजनितशुभपरिणतिविशेषसमुपार्जितं पुण्यकर्म, हिंसानृतस्तेयाब्रह्म- परिग्रहपरिणामसंजातमशुभकर्म, यः सहजवैराग्यप्रासादशिखरशिखामणिः संसृतिपुरंध्रिका- विलासविभ्रमजन्मभूमिस्थानं तत्कर्मद्वयमिति त्यजति, तस्य नित्यं केवलिमतसिद्धं सामायिकव्रतं भवतीति ।
અન્વયાર્થઃ — [यः तु] જે [पुण्यं च] પુણ્ય તથા [पापं भावं च] પાપરૂપ ભાવને [नित्यशः] નિત્ય [वर्जयति] વર્જે છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ — આ, શુભાશુભ પરિણામથી ઊપજતાં સુકૃતદુષ્કૃતરૂપ કર્મના સંન્યાસની વિધિનું ( – શુભાશુભ કર્મના ત્યાગની રીતનું) કથન છે.
બાહ્ય-અભ્યંતર પરિત્યાગરૂપ લક્ષણથી લક્ષિત પરમજિનયોગીશ્વરોનું ચરણકમળ- પ્રક્ષાલન, ૧ચરણકમળસંવાહન વગેરે વૈયાવૃત્ય કરવાથી ઊપજતી શુભપરિણતિવિશેષથી (વિશિષ્ટ શુભ પરિણતિથી) ઉપાર્જિત પુણ્યકર્મને તથા હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ ને પરિગ્રહના પરિણામથી ઊપજતા અશુભકર્મને, તે બન્ને કર્મ સંસારરૂપી સ્ત્રીના ૨વિલાસ- વિભ્રમનું જન્મભૂમિસ્થાન હોવાથી, જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ ( – જે પરમ સહજ વૈરાગ્યવંત મુનિ) તજે છે, તેને નિત્ય કેવળીમતસિદ્ધ (કેવળીઓના મતમાં નક્કી થયેલું) સામાયિકવ્રત છે.
૧ચરણકમળસંવાહન = પગ દાબવા તે; પગચંપી કરવી તે.
૨વિલાસવિભ્રમ = વિલાસયુક્ત હાવભાવ; ક્રીડા.