व्यवहारनयप्रधानसिद्धभक्ति स्वरूपाख्यानमेतत् ।
ये पुराणपुरुषाः समस्तकर्मक्षयोपायहेतुभूतं कारणपरमात्मानमभेदानुपचार- रत्नत्रयपरिणत्या सम्यगाराध्य सिद्धा जातास्तेषां केवलज्ञानादिशुद्धगुणभेदं ज्ञात्वा निर्वाणपरंपराहेतुभूतां परमभक्ति मासन्नभव्यः करोति, तस्य मुमुक्षोर्व्यवहारनयेन निर्वृति- भक्ति र्भवतीति ।
અન્વયાર્થઃ — [यः] જે જીવ [मोक्षगतपुरुषाणाम्] મોક્ષગત પુરુષોનો [गुणभेदं] ગુણભેદ [ज्ञात्वा] જાણીને [तेषाम् अपि] તેમની પણ [परमभक्तिं ] પરમ ભક્તિ [करोति] કરે છે, [व्यवहारनयेन] તે જીવને વ્યવહારનયે [परिकथितम्] નિર્વાણભક્તિ કહી છે.
ટીકાઃ — આ, વ્યવહારનયપ્રધાન સિદ્ધભક્તિના સ્વરૂપનું કથન છે.
જે પુરાણ પુરુષો સમસ્તકર્મક્ષયના ઉપાયના હેતુભૂત કારણપરમાત્માને અભેદ- અનુપચાર-રત્નત્રયપરિણતિથી સમ્યક્પણે આરાધીને સિદ્ધ થયા તેમના કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણોના ભેદને જાણીને નિર્વાણની પરંપરાહેતુભૂત એવી પરમ ભક્તિ જે આસન્નભવ્ય જીવ કરે છે, તે મુમુક્ષુને વ્યવહારનયે નિર્વાણભક્તિ છે.
[હવે આ ૧૩૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોકો કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જેમણે કર્મસમૂહને ખંખેરી નાખ્યો છે, જેઓ સિદ્ધિવધૂના (મુક્તિરૂપી