ये निर्वाणवधूटिकास्तनभराश्लेषोत्थसौख्याकराः ।
तान् सिद्धानभिनौम्यहं प्रतिदिनं पापाटवीपावकान् ।।२२४।।
मुक्ति श्रीवनितामुखाम्बुजरवीन् स्वाधीनसौख्यार्णवान् ।
नित्यान् तान् शरणं व्रजामि सततं पापाटवीपावकान् ।।२२५।।
છે, તે સિદ્ધોને હું નિત્ય વંદું છું. ૨૨૧.
[શ્લોકાર્થઃ — ] આ પ્રમાણે (સિદ્ધભગવંતોની ભક્તિને) વ્યવહારનયથી નિર્વાણભક્તિ જિનવરોએ કહી છે; નિશ્ચય-નિર્વાણભક્તિ રત્નત્રયભક્તિને કહી છે. ૨૨૨.
[શ્લોકાર્થઃ — ] આચાર્યોએ સિદ્ધત્વને નિઃશેષ (સમસ્ત) દોષથી દૂર, કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણોનું ધામ અને શુદ્ધોપયોગનું ફળ કહ્યું છે. ૨૨૩.
[શ્લોકાર્થઃ — ] જેઓ લોકાગ્રે વસે છે, જેઓ ભવભવના ક્લેશરૂપી સમુદ્રના પારને પામ્યા છે, જેઓ નિર્વાણવધૂના પુષ્ટ સ્તનના આલિંગનથી ઉત્પન્ન સૌખ્યની ખાણ છે અને જેઓ શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન કૈવલ્યસંપદાના ( – મોક્ષસંપદાના) મહા ગુણોવાળા છે, તે પાપાટવીપાવક ( – પાપરૂપી વનને બાળવામાં અગ્નિ સમાન) સિદ્ધોને હું પ્રતિદિન નમું છું. ૨૨૪.
[શ્લોકાર્થઃ — ] જેઓ ત્રણ લોકના અગ્રે વસે છે, જેઓ ગુણમાં મોટા છે, જેઓ
૨૬૬ ]