કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-ભક્તિ અધિકાર
[ ૨૬૭
(वसंततिलका)
ये मर्त्यदैवनिकुरम्बपरोक्षभक्ति -
योग्याः सदा शिवमयाः प्रवराः प्रसिद्धाः ।
सिद्धाः सुसिद्धिरमणीरमणीयवक्त्र-
पंकेरुहोरुमकरंदमधुव्रताः स्युः ।।२२६।।
मोक्खपहे अप्पाणं ठविऊण य कुणदि णिव्वुदी भत्ती ।
तेण दु जीवो पावइ असहायगुणं णियप्पाणं ।।१३६।।
मोक्षपथे आत्मानं संस्थाप्य च करोति निर्वृतेर्भक्ति म् ।
तेन तु जीवः प्राप्नोत्यसहायगुणं निजात्मानम् ।।१३६।।
જ્ઞેયરૂપી મહાસાગરના પારને પામ્યા છે, જેઓ મુક્તિલક્ષ્મીરૂપી સ્ત્રીના મુખકમળના સૂર્ય છે,
જેઓ સ્વાધીન સુખના સાગર છે, જેમણે અષ્ટ ગુણોને સિદ્ધ (પ્રાપ્ત) કર્યા છે, જેઓ ભવનો
નાશ કરનારા છે અને જેમણે આઠ કર્મોના સમૂહને નષ્ટ કરેલ છે, તે પાપાટવીપાવક
( – પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન) નિત્ય (અવિનાશી) સિદ્ધભગવંતોનું હું
નિરંતર શરણ ગ્રહું છું. ૨૨૫.
[શ્લોકાર્થઃ — ] જેઓ મનુષ્યોના તથા દેવોના સમૂહની પરોક્ષ ભક્તિને યોગ્ય છે,
જેઓ સદા શિવમય છે, જેઓ શ્રેષ્ઠ છે અને જેઓ પ્રસિદ્ધ છે, તે સિદ્ધભગવંતો સુસિદ્ધિરૂપી
રમણીના રમણીય મુખકમળના મહા ૧મકરંદના ભ્રમર છે (અર્થાત્ અનુપમ મુક્તિસુખને
નિરંતર અનુભવે છે). ૨૨૬.
શિવપંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે,
તે કારણે અસહાયગુણ નિજ આત્મને આત્મા વરે. ૧૩૬.
અન્વયાર્થઃ — [मोक्षपथे] મોક્ષમાર્ગમાં [आत्मानं] (પોતાના) આત્માને [संस्थाप्य च]
સમ્યક્ પ્રકારે સ્થાપીને [निर्वृतेः] નિર્વૃતિની (નિર્વાણની) [भक्ति म्] ભક્તિ [करोति] કરે છે,
[तेन तु] તેથી [जीवः] જીવ [असहायगुणं] ૨અસહાયગુણવાળા [निजात्मानम्] નિજ આત્માને
[प्राप्नोति] પ્રાપ્ત કરે છે.
૧. મકરંદ = ફૂલનું મધ; ફૂલનો રસ.
૨. અસહાયગુણવાળો = જેને કોઈની સહાય નથી એવા ગુણવાળો. [આત્મા સ્વતઃસિદ્ધ સહજ સ્વતંત્ર
ગુણવાળો હોવાથી અસહાયગુણવાળો છે.]