૨૬૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
निजपरमात्मभक्ति स्वरूपाख्यानमेतत् ।
भेदकल्पनानिरपेक्षनिरुपचाररत्नत्रयात्मके निरुपरागमोक्षमार्गे निरंजननिजपरमात्मानंद
पीयूषपानाभिमुखो जीवः स्वात्मानं संस्थाप्यापि च करोति निर्वृतेर्मुक्त्यङ्गनायाः चरणनलिने
परमां भक्तिं, तेन कारणेन स भव्यो भक्ति गुणेन निरावरणसहजज्ञानगुणत्वादसहायगुणात्मकं
निजात्मानं प्राप्नोति ।
(स्रग्धरा)
आत्मा ह्यात्मानमात्मन्यविचलितमहाशुद्धरत्नत्रयेऽस्मिन्
नित्ये निर्मुक्ति हेतौ निरुपमसहजज्ञानद्रक्शीलरूपे ।
संस्थाप्यानंदभास्वन्निरतिशयगृहं चिच्चमत्कारभक्त्या
प्राप्नोत्युच्चैरयं यं विगलितविपदं सिद्धिसीमन्तिनीशः ।।२२७।।
ટીકાઃ — આ, નિજ પરમાત્માની ભક્તિના સ્વરૂપનું કથન છે.
નિરંજન નિજ પરમાત્માનું આનંદામૃત પીવામાં અભિમુખ જીવ ભેદકલ્પનાનિરપેક્ષ
નિરુપચાર-રત્નત્રયાત્મક ૧નિરુપરાગ મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સમ્યક્ પ્રકારે સ્થાપીને
નિર્વૃતિનાં — મુક્તિરૂપી સ્ત્રીનાં — ચરણકમળની પરમ ભક્તિ કરે છે, તે કારણથી તે ભવ્ય
જીવ ભક્તિગુણ વડે નિજ આત્માને — કે જે નિરાવરણ સહજ જ્ઞાનગુણવાળો હોવાથી
અસહાયગુણાત્મક છે તેને — પ્રાપ્ત કરે છે.
[હવે આ ૧૩૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
છેઃ]
[શ્લોકાર્થઃ – ] આ અવિચલિત-મહાશુદ્ધ-રત્નત્રયવાળા, મુક્તિના હેતુભૂત નિરુપમ-
સહજ-જ્ઞાનદર્શનચારિત્રરૂપ, નિત્ય આત્મામાં આત્માને ખરેખર સમ્યક્ પ્રકારે સ્થાપીને, આ
આત્મા ચૈતન્યચમત્કારની ભક્તિ વડે ૨નિરતિશય ઘરને — કે જેમાંથી વિપદાઓ દૂર થઈ
છે અને જે આનંદથી ભવ્ય (શોભીતું) છે તેને — અત્યંત પ્રાપ્ત કરે છે અર્થાત્ સિદ્ધિરૂપી
સ્ત્રીનો સ્વામી થાય છે. ૨૨૭.
૧. નિરુપરાગ = ઉપરાગ રહિત; નિર્વિકાર; નિર્મળ; શુદ્ધ.
૨. નિરતિશય = જેનાથી કોઈ ચડિયાતું નથી એવા; અનુત્તમ; શ્રેષ્ઠ; અજોડ.