Niyamsar (Gujarati). Gatha: 137.

< Previous Page   Next Page >


Page 269 of 380
PDF/HTML Page 298 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-ભક્તિ અધિકાર
[ ૨૬૯
रायादीपरिहारे अप्पाणं जो दु जुंजदे साहू
सो जोगभत्तिजुत्तो इदरस्स य किह हवे जोगो ।।१३७।।
रागादिपरिहारे आत्मानं यस्तु युनक्ति साधुः
स योगभक्ति युक्त : इतरस्य च कथं भवेद्योगः ।।१३७।।
निश्चययोगभक्ति स्वरूपाख्यानमेतत
निरवशेषेणान्तर्मुखाकारपरमसमाधिना निखिलमोहरागद्वेषादिपरभावानां परिहारे
सति यस्तु साधुरासन्नभव्यजीवः निजेनाखंडाद्वैतपरमानंदस्वरूपेण निजकारणपरमात्मानं
युनक्ति , स परमतपोधन एव शुद्धनिश्चयोपयोगभक्ति युक्त :
इतरस्य बाह्यप्रपंचसुखस्य कथं
योगभक्ति र्भवति
तथा चोक्त म्
રાગાદિના પરિહારમાં જે સાધુ જોડે આત્મને,
છે યોગભક્તિ તેહને; કઈ રીત સંભવ અન્યને? ૧૩૭.
અન્વયાર્થ[यः साधुः तु] જે સાધુ [रागादिपरिहारे आत्मानं युनक्ति ] રાગાદિના
પરિહારમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને રાગ વગેરેનો ત્યાગ કરે
છે), [सः] તે [योगभक्ति युक्त :] યોગભક્તિયુક્ત (યોગની ભક્તિવાળો) છે; [इतरस्य च]
બીજાને [योगः] યોગ [कथम्] કઈ રીતે [भवेत] હોય?
ટીકાઆ, નિશ્ચયયોગભક્તિના સ્વરૂપનું કથન છે.
નિરવશેષપણે અંતર્મુખાકાર (સર્વથા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવી) પરમ સમાધિ
વડે સમસ્ત મોહરાગદ્વેષાદિ પરભાવોનો પરિહાર હોતાં, જે સાધુઆસન્નભવ્ય જીવ
નિજ અખંડ અદ્વૈત પરમાનંદસ્વરૂપ સાથે નિજ કારણપરમાત્માને જોડે છે, તે પરમ તપોધન
જ શુદ્ધનિશ્ચય-ઉપયોગભક્તિવાળો છે; બીજાને
બાહ્ય પ્રપંચમાં સુખી હોય તેને
યોગભક્તિ કઈ રીતે હોય?
એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ