अत्रापि पूर्वसूत्रवन्निश्चययोगभक्ति स्वरूपमुक्त म् ।
‘‘[શ્લોકાર્થઃ — ] આત્મપ્રયત્નસાપેક્ષ વિશિષ્ટ જે મનોગતિ તેનો બ્રહ્મમાં સંયોગ થવો ( – આત્મપ્રયત્નની અપેક્ષાવાળી ખાસ પ્રકારની ચિત્તપરિણતિનું આત્મામાં જોડાવું) તેને યોગ કહેવામાં આવે છે.’’
વળી (આ ૧૩૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] જે આ આત્મા આત્માને આત્મા સાથે નિરંતર જોડે છે, તે મુનીશ્વર નિશ્ચયથી યોગભક્તિવાળો છે. ૨૨૮.
અન્વયાર્થઃ — [यः साधुः तु] જે સાધુ [सर्वविकल्पाभावे आत्मानं युनक्ति ] સર્વ વિકલ્પોના અભાવમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને સર્વ વિકલ્પોનો અભાવ કરે છે), [सः] તે [योगभक्ति युक्त :] યોગભક્તિવાળો છે; [इतरस्य च] બીજાને [योगः] યોગ [कथम्] કઈ રીતે [भवेत्] હોય?
ટીકાઃ — અહીં પણ પૂર્વ સૂત્રની માફક નિશ્ચય-યોગભક્તિનું સ્વરૂપ કહ્યું છે.
૨૭૦ ]