अत्यपूर्वनिरुपरागरत्नत्रयात्मकनिजचिद्विलासलक्षणनिर्विकल्पपरमसमाधिना निखिल- मोहरागद्वेषादिविविधविकल्पाभावे परमसमरसीभावेन निःशेषतोऽन्तर्मुखनिजकारणसमय- सारस्वरूपमत्यासन्नभव्यजीवः सदा युनक्त्येव, तस्य खलु निश्चययोगभक्ति र्नान्येषाम् इति ।
અતિ-અપૂર્વ ૧નિરુપરાગ રત્નત્રયાત્મક, ૨નિજચિદ્દવિલાસલક્ષણ નિર્વિકલ્પ પરમ સમાધિ વડે સમસ્ત મોહરાગદ્વેષાદિ વિવિધ વિકલ્પોનો અભાવ હોતાં, પરમ સમ- રસીભાવ સાથે ૩નિરવશેષપણે અંતર્મુખ નિજ કારણસમયસારસ્વરૂપને જે અતિ- આસન્નભવ્ય જીવ સદા જોડે છે જ, તેને ખરેખર નિશ્ચયયોગભક્તિ છે; બીજાઓને નહિ.
[હવે આ ૧૩૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] ભેદનો અભાવ હોતાં આ ૪અનુત્તમ યોગભક્તિ હોય છે; તેના વડે યોગીઓને આત્મલબ્ધિરૂપ એવી તે ( – પ્રસિદ્ધ) મુક્તિ થાય છે. ૨૨૯.
૧. નિરુપરાગ = નિર્વિકાર; શુદ્ધ. [પરમ સમાધિ અતિ-અપૂર્વ શુદ્ધ રત્નત્રયસ્વરૂપ છે.]
૨. પરમ સમાધિનું લક્ષણ નિજ ચૈતન્યનો વિલાસ છે.
૩. નિરવશેષ = પૂરેપૂરું. [કારણસમયસારસ્વરૂપ પૂરેપૂરું અંતર્મુખ છે.]
૪. અનુત્તમ = જેનાથી બીજું કાંઈ ઉત્તમ નથી એવી; સર્વશ્રેષ્ઠ.