૨૭૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
विपरीताभिनिवेशं परित्यज्य जैनकथिततत्त्वेषु ।
यो युनक्ति आत्मानं निजभावः स भवेद्योगः ।।१३9।।
इह हि निखिलगुणधरगणधरदेवप्रभृतिजिनमुनिनाथकथिततत्त्वेषु विपरीताभिनिवेश-
विवर्जितात्मभाव एव निश्चयपरमयोग इत्युक्त : ।
अपरसमयतीर्थनाथाभिहिते विपरीते पदार्थे ह्यभिनिवेशो दुराग्रह एव विपरीताभि-
निवेशः । अमुं परित्यज्य जैनकथिततत्त्वानि निश्चयव्यवहारनयाभ्यां बोद्धव्यानि । सकलजिनस्य
भगवतस्तीर्थाधिनाथस्य पादपद्मोपजीविनो जैनाः, परमार्थतो गणधरदेवादय इत्यर्थः ।
तैरभिहितानि निखिलजीवादितत्त्वानि तेषु यः परमजिनयोगीश्वरः स्वात्मानं युनक्ति , तस्य च
निजभाव एव परमयोग इति ।
અન્વયાર્થઃ — [विपरीताभिनिवेशं परित्यज्य] વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને
[यः] જે [जैनकथिततत्त्वेषु] જૈનકથિત તત્ત્વોમાં [आत्मानं] આત્માને [युनक्ति ] જોડે છે,
[निजभावः] તેનો નિજ ભાવ [सः योगः भवेत्] તે યોગ છે.
ટીકાઃ — અહીં, સમસ્ત ગુણોના ધરનારા ગણધરદેવ વગેરે જિનમુનિનાથોએ
કહેલાં તત્ત્વોમાં વિપરીત અભિનિવેશ રહિત આત્મભાવ તે જ નિશ્ચય-પરમયોગ છે એમ
કહ્યું છે.
અન્ય સમયના તીર્થનાથે કહેલા ( – જૈન દર્શન સિવાય અન્ય દર્શનના તીર્થપ્રવર્તકે
કહેલા) વિપરીત પદાર્થમાં અભિનિવેશ — દુરાગ્રહ તે જ વિપરીત અભિનિવેશ છે. તેનો
પરિત્યાગ કરીને જૈનોએ કહેલાં તત્ત્વો નિશ્ચયવ્યવહારનયથી જાણવાયોગ્ય છે. ૧સકલજિન
એવા ભગવાન તીર્થાધિનાથનાં ચરણકમળના ૨ઉપજીવકો તે જૈનો છે; પરમાર્થે ગણધરદેવ
વગેરે એવો તેનો અર્થ છે. તેમણે ( – ગણધરદેવ વગેરે જૈનોએ) કહેલાં જે સમસ્ત
જીવાદિ તત્ત્વો તેમાં જે પરમ જિનયોગીશ્વર નિજ આત્માને જોડે છે, તેનો નિજભાવ જ
પરમ યોગ છે.
[હવે આ ૧૩૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
૧દેહ સહિત હોવા છતાં તીર્થંકરદેવે રાગદ્વેષ અને અજ્ઞાનને સંપૂર્ણ રીતે જીત્યા છે તેથી તેઓ
સકલજિન છે.
૨ઉપજીવક = સેવા કરનાર; સેવક; આશ્રિત; દાસ.