व्यक्तेषु भव्यजनताभवघातकेषु ।
साक्षाद्युनक्ति निजभावमयं स योगः ।।२३०।।
भक्त्यधिकारोपसंहारोपन्यासोयम् ।
अस्मिन् भारते वर्षे पुरा किल श्रीनाभेयादिश्रीवर्धमानचरमाः चतुर्विंशति- तीर्थकरपरमदेवाः सर्वज्ञवीतरागाः त्रिभुवनवर्तिकीर्तयो महादेवाधिदेवाः परमेश्वराः सर्वे
[શ્લોકાર્થઃ — ] આ દુરાગ્રહને ( – ઉપરોક્ત વિપરીત અભિનિવેશને) છોડીને, જૈન- મુનિનાથોના ( – ગણધરદેવાદિક જૈનમુનિનાથોના) મુખારવિંદથી પ્રગટ થયેલાં, ભવ્ય જનોના ભવોનો નાશ કરનારાં તત્ત્વોમાં જે જિનયોગીનાથ (જૈન મુનિવર) નિજ ભાવને સાક્ષાત્ જોડે છે, તેનો એ નિજ ભાવ તે યોગ છે. ૨૩૦.
અન્વયાર્થઃ — [वृषभादिजिनवरेन्द्राः] વૃષભાદિ જિનવરેન્દ્રો [एवम्] એ રીતે [योगवरभक्ति म्] યોગની ઉત્તમ ભક્તિ [कृत्वा] કરીને [निर्वृतिसुखम्] નિર્વૃતિસુખને [आपन्नाः] પામ્યા; [तस्मात्] તેથી [योगवरभक्ति म्] યોગની ઉત્તમ ભક્તિને [धारय] તું ધારણ કર.
ટીકાઃ — આ, ભક્તિ અધિકારના ઉપસંહારનું કથન છે.
આ ભારતવર્ષમાં પૂર્વે શ્રી નાભિપુત્રથી માંડીને શ્રી વર્ધમાન સુધીના ચોવીશ તીર્થંકર- પરમદેવો — સર્વજ્ઞવીતરાગ, ત્રિલોકવર્તી કીર્તિવાળા મહાદેવાધિદેવ પરમેશ્વરો — બધા, યથોક્ત