Niyamsar (Gujarati). Shlok: 231-232.

< Previous Page   Next Page >


Page 274 of 380
PDF/HTML Page 303 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
एवमुक्त प्रकारस्वात्मसंबन्धिनीं शुद्धनिश्चययोगवरभक्तिं कृत्वा परमनिर्वाणवधूटिकापीवरस्तन-
भरगाढोपगूढनिर्भरानंदपरमसुधारसपूरपरितृप्तसर्वात्मप्रदेशा जाताः, ततो यूयं महाजनाः
स्फु टितभव्यत्वगुणास्तां स्वात्मार्थपरमवीतरागसुखप्रदां योगभक्तिं कुरुतेति
(शार्दूलविक्रीडित)
नाभेयादिजिनेश्वरान् गुणगुरून् त्रैलोक्यपुण्योत्करान्
श्रीदेवेन्द्रकिरीटकोटिविलसन्माणिक्यमालार्चितान्
पौलोमीप्रभृतिप्रसिद्धदिविजाधीशांगनासंहतेः
शक्रेणोद्भवभोगहासविमलान् श्रीकीर्तिनाथान् स्तुवे
।।२३१।।
(आर्या)
वृषभादिवीरपश्चिमजिनपतयोप्येवमुक्त मार्गेण
कृत्वा तु योगभक्तिं निर्वाणवधूटिकासुखं यान्ति ।।२३२।।

પ્રકારે નિજ આત્મા સાથે સંબંધ રાખનારી શુદ્ધનિશ્ચયયોગની ઉત્તમ ભક્તિ કરીને, પરમ- નિર્વાણવધૂના અતિ પુષ્ટ સ્તનના ગાઢ આલિંગનથી સર્વ આત્મપ્રદેશે અત્યંત-આનંદરૂપી પરમસુધારસના પૂરથી પરિતૃપ્ત થયા; માટે સ્ફુટિતભવ્યત્વગુણવાળા હે મહાજનો! તમે નિજ આત્માને પરમ વીતરાગ સુખની દેનારી એવી તે યોગભક્તિ કરો.

[હવે આ પરમ-ભક્તિ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ સાત શ્લોક કહે છેઃ]

[શ્લોકાર્થ] ગુણમાં જેઓ મોટા છે, જેઓ ત્રિલોકનાં પુણ્યના રાશિ છે (અર્થાત જેમનામાં જાણે કે ત્રણ લોકનાં પુણ્ય એકઠાં થયાં છે), દેવેંદ્રોના મુગટની કિનારી પર પ્રકાશતી માણેકપંક્તિથી જેઓ પૂજિત છે (અર્થાત્ જેમનાં ચરણારવિંદમાં દેવેંદ્રોના મુગટ ઝૂકે છે), (જેમની આગળ) શચી આદિ પ્રસિદ્ધ ઇન્દ્રાણીઓના સાથમાં શક્રેંદ્ર વડે કરવામાં આવતાં નૃત્ય, ગાન અને આનંદથી જેઓ શોભે છે, અને શ્રી તથા કીર્તિના જેઓ સ્વામી છે, તે શ્રી નાભિપુત્રાદિ જિનેશ્વરોને હું સ્તવું છું. ૨૩૧.

[શ્લોકાર્થ] શ્રી વૃષભથી માંડીને શ્રી વીર સુધીના જિનપતિઓ પણ યથોક્ત માર્ગે

૨૭૪ ]

૧. સ્ફુટિત = પ્રકટિત; પ્રગટ થયેલ; પ્રગટ.
૨. શ્રી = શોભા; સૌંદર્ય; ભવ્યતા.