शुद्धध्यानसमाहितेन मनसानंदात्मतत्त्वस्थितः ।
ज्ञानापास्तसमस्तमोहमहिमा लीये परब्रह्मणि ।।२३४।।
[શ્લોકાર્થઃ — ] અપુનર્ભવસુખની (મુક્તિસુખની) સિદ્ધિ અર્થે હું શુદ્ધ યોગની ઉત્તમ ભક્તિ કરું છું; સંસારની ઘોર ભીતિથી સર્વ જીવો નિત્ય તે ઉત્તમ ભક્તિ કરો. ૨૩૩.
[શ્લોકાર્થઃ — ] ગુરુના સાન્નિધ્યમાં નિર્મળસુખકારી ધર્મને પ્રાપ્ત કરીને, જ્ઞાન વડે જેણે સમસ્ત મોહનો મહિમા નષ્ટ કર્યો છે એવો હું, હવે રાગદ્વેષની પરંપરારૂપે પરિણત ચિત્તને છોડીને, શુદ્ધ ધ્યાન વડે સમાહિત ( – એકાગ્ર, શાંત) કરેલા મનથી આનંદાત્મક તત્ત્વમાં સ્થિત રહેતો થકો, પરબ્રહ્મમાં (પરમાત્મામાં) લીન થાઉં છું. ૨૩૪.
[શ્લોકાર્થઃ — ] ઇન્દ્રિયલોલુપતા જેમને નિવૃત્ત થઈ છે અને તત્ત્વલોલુપ (તત્ત્વપ્રાપ્તિ માટે અતિ ઉત્સુક) જેમનું ચિત્ત છે, તેમને સુંદર-આનંદઝરતું ઉત્તમ તત્ત્વ પ્રગટે છે. ૨૩૫.
[શ્લોકાર્થઃ — ] અતિ અપૂર્વ નિજાત્મજનિત ભાવનાથી ઉત્પન્ન થતા સુખ માટે