Niyamsar (Gujarati). Shlok: 237.

< Previous Page   Next Page >


Page 276 of 380
PDF/HTML Page 305 of 409

 

(वसंततिलका)
अद्वन्द्वनिष्ठमनघं परमात्मतत्त्वं
संभावयामि तदहं पुनरेकमेकम्
किं तैश्च मे फलमिहान्यपदार्थसार्थैः
मुक्ति स्पृहस्य भवशर्मणि निःस्पृहस्य
।।२३७।।

इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ परमभक्त्यधिकारो दशमः श्रुतस्कन्धः ।।


જે યતિઓ યત્ન કરે છે, તેઓ ખરેખર જીવન્મુક્ત થાય છે, બીજાઓ નહિ. ૨૩૬.

[શ્લોકાર્થ] જે પરમાત્મતત્ત્વ (રાગદ્વેષાદિ) દ્વંદ્વમાં રહેલું નથી અને અનઘ (નિર્દોષ, મળ રહિત) છે, તે કેવળ એકની હું ફરીફરીને સંભાવના (સમ્યક્ ભાવના) કરું છું. મુક્તિની સ્પૃહાવાળા અને ભવના સુખ પ્રત્યે નિઃસ્પૃહ એવા મને આ લોકમાં પેલા અન્યપદાર્થસમૂહોથી શું ફળ છે? ૨૩૭.

આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) પરમ-ભક્તિ અધિકાર નામનો દશમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.

૨૭૬ ]નિયમસાર