૨૭૭
— ૧૧ —
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
अथ सांप्रतं व्यवहारषडावश्यकप्रतिपक्षशुद्धनिश्चयाधिकार उच्यते ।
जो ण हवदि अण्णवसो तस्स दु कम्मं भणंति आवासं ।
कम्मविणासणजोगो णिव्वुदिमग्गो त्ति पिज्जुत्तो ।।१४१।।
यो न भवत्यन्यवशः तस्य तु कर्म भणन्त्यावश्यकम् ।
कर्मविनाशनयोगो निर्वृतिमार्ग इति प्ररूपितः ।।१४१।।
अत्रानवरतस्ववशस्य निश्चयावश्यककर्म भवतीत्युक्त म् ।
હવે વ્યવહાર છ આવશ્યકોથી પ્રતિપક્ષ શુદ્ધનિશ્ચયનો (શુદ્ધનિશ્ચય-આવશ્યકનો)
અધિકાર કહેવામાં આવે છે.
નથી અન્યવશ જે જીવ, આવશ્યક કરમ છે તેહને;
આ કર્મનાશનયોગને નિર્વાણમાર્ગ કહેલ છે. ૧૪૧.
અન્વયાર્થઃ — [यः अन्यवशः न भवति] જે અન્યવશ નથી (અર્થાત્ જે જીવ અન્યને
વશ નથી) [तस्य तु आवश्यकम् कर्म भणन्ति] તેને આવશ્યક કર્મ કહે છે (અર્થાત્ તે
જીવને આવશ્યક કર્મ છે એમ પરમ યોગીશ્વરો કહે છે). [कर्मविनाशनयोगः] કર્મનો વિનાશ
કરનારો યોગ ( – એવું જે આ આવશ્યક કર્મ) [निर्वृतिमार्गः] તે નિર્વાણનો માર્ગ છે [इति
प्ररूपितः] એમ કહ્યું છે.
ટીકાઃ — અહીં (આ ગાથામાં), નિરંતર સ્વવશને નિશ્ચય-આવશ્યક-કર્મ છે એમ
કહ્યું છે.